________________
૧૬૦
ભક્તિમાર્ગનું રહસ્ય પ્રવૃત્તિ આત્માના ઉપગપૂર્વક થતી હોય છે, એટલે બેલવું પડે, ચાલવું પડે, આહાર-વિહાર ઈત્યાદિ ક્રિયા કરવી પડે ત્યારે આજ્ઞામાં રહી ઉપગપૂર્વક કરતા હોય છે. આ દશાનું વર્ણન કરતાં એમ કહેવાય છે કે ખાય છે છતાં ખાતા નથી, પીએ છે છતાં પીતા નથી, બેલે છે છતાં બોલતા નથી, ચાલે છે છતાં ચાલતા નથી, ઈત્યાદિ. આ વિરોધાભાસી વચનેના સમાધાન માટે અથવા તેનું રહસ્ય સમજાવવા માટે કહ્યું છે કે તેમને આસક્તિ ન હોવાથી અનાસક્તભાવે ક્રિયા થાય છે એટલે “વિચરે ઉદયપ્રગ”ના ભાવમાં જણાવ્યા પ્રમાણે તેમની વાર્તાના હોય છે, અર્થાત તેઓ “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર” વતે છે.
સપુરૂષની વ્યાખ્યાના બીજા બેલમાં એમ કહ્યું કે “શાસામાં નથી, સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે.” આ વચને ગંભીર, ગહન અને બુદ્ધિથી તત્કાળ ન સમજાય તેવાં છે. કેઈ શાસ્ત્રમાં ન હોય અને ક્યારેય સાંભળવામાં ન આવ્યું હોય એવું જે કથન સપુરૂષ પ્રકાશે છે, તે કથન કેવું અદ્ભુત હોય તેની કલ્પના સામાન્ય જીવથી થવી દુષ્કર છે. વળી તે કથનની પરમ સત્યતા અનુભવમાં આવે તેવી હોવાથી તે સિદ્ધકથન કહી શકાય. આ કથન કેવા પ્રકારનું હોય તે સમજવા પ્રયત્ન કરીએ.”
જે પુરૂષ શ્રીગુરૂને ઉપદેશક શ્રવણ કરી તેમની આજ્ઞાનુસાર આત્માના ઉપયોગને સ્થિર કરવાનો આરંભ કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org