________________
૨૦૨
ભક્તિમાર્ગનું રહસ્ય * સર્વ ભાષા “એમ” શબ્દમાં સમાય છે. સર્વ મંત્ર એમ શબ્દમાં વિલીન થાય છે. “" અક્ષર બે હઠ ઉઘાડવાથી અને “મ' અક્ષર બે હોઠ બીડવાથી બોલાય છે, ત્યાં ઉઘાડ-બંધને રહસ્યયુક્ત પરમાર્થ ઉત્તમ છે.
• હે પરમકૃપાળું,
આપે આ પૃથ્વી પર રૂપી દેહ ધર્યો ન હતો તે અમારાં નયન આપનાં પવિત્ર દર્શન કયાંથી કરી શકત? દર્શન વિના આપની દિવ્યતાની ઓળખાણ કયાંથી થાત? ઓળખાણ વિના અમારા હૃદયમાં શ્રદ્ધા અને પ્રેમ કેમ જન્મત? પ્રેમ વિના અમારા ચિત્તમાં હર્ષને ઉદુભવ કયાંથી થાત? હર્ષ થયા વિના આપને સમાગમ વારંવાર કેમ ઈચ્છત? સમાગમ વિના આપનું વીતરાગવરૂપ કેવી રીતે જાણી શકત? સ્વરૂપ જાણ્યા વિના આપના ગુણેને કેમ ઓળખી શકત? ગુણે જાણ્યા વિના તેની પ્રાપ્તિ માટે અમારે ઉત્સાહ કેમ વધત? ઉત્સાહ વિના અમારો આત્મા વિકાસ કેમ સાધત ? વિકાસ થયા વિના અમારા આત્માની વિશુદ્ધિ કયાંથી થાત?
વળી હે પ્રભુ, સમાગમ વિના આપનાં વચનામૃતનું પાન કેમ કરી શકત? તે અમૃતપાન વિના અમારી જાગૃતિ કેવી રીતે વર્ધમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org