________________
૧૫૬
ભક્તિમાર્ગનું રહસ્ય સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ પુરૂષને જ અનુગ્રહ છે; કંઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સાપુરૂષના ઉપદેશ વિના કોઈએ જાયું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરૂષ જ છે માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સંપુરૂષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પિતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સરૂષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.
- “એક સમય પણ કેવળ અસંગપણથી રહેવું એ ત્રિલેકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે, તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરૂષનાં અંતઃકરણ, તે જોઈ, અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.
હે પરમાત્મા અમે તે એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવને મેક્ષ હોય. તેમ છતાં જેન ગ્રંથમાં કવચિત્ પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળમાં મેલ ન હોય, તે આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ અને અમને મેક્ષ આપવા કરતાં પુરૂષના જ ચરણનું ગાન કરીએ અને તેની સમીપ જ રહીએ એ વેગ આપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org