________________
૧૩૪
ભક્તિમાર્ગનું રહસ્ય વિનતિ માનજે શક્તિ એ આપજો,
ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાધી સાધકદશા સિદ્ધતા અનુભવી,
દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે.” ૭ પૂજ્ય શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ સાહેબ રચિત આ શ્રી મહાવીરજિન સ્તવન પર વિવેચન પણ પોતે જ કર્યું છે તે અહીં આપીએ છીએ.
(૧) કેઈક અવસરે શ્રી જિનાગમના અભ્યાસ કરીને સંસાર ભ્રમણ જ્ઞાનાવરણાદિ આવરણે આવૃત્ત પોતાની આત્મ શક્તિ જાણીને અનાદિ પરભાવાનુવંગતા દેષને દુઃખે ઉદ્વિગ્ન આત્મા તે પિતાની સાધતા શક્તિ અણદેખતે પરમ નિયામક સમાન વીશમાં શ્રી વીરનાથના ચરણ શરણ નિર્ધારીને, શ્રી વીરપ્રભુની આગળ પ્રાર્થના સહિત, વિનંતિ કરે છે
હે નાથ ! હે દીનદયાળ ! હે પ્રભુજી! મુજ સરીખે જે તત્ત્વસાધન તથા આજ્ઞા નિર્વાહમાં અસમર્થ, તેને માત્ર નામથી સેવક જાણી તાર, તાર!! એ ગુણરોધકરૂપ દુઃખથી નિસ્તાર!! તુજ સરીખા પ્રભુ વિના બીજા કોને કહું? જગતમાં એટલું સુજશ લીજે, યદ્યપિ પ્રભુ તે જશના કામી - નથી, પરંતુ ઉપચારે, ભક્તિ આતુરતાએ કહે છે, જે મુજ સરી દાસ તે યદ્યપિ રાગ, દ્વેષ, અસંયમ, અનુષ્ઠાનાશંસાદિ દેષ, એકતાદિ દેષ, અનાદરાદિ દેવરૂપ અવગુણે ભય છે, તે પણ તાહરે કહેવાય છે. તે માટે હે દયાનિધિ! કેતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org