________________
ભગવાનને ભક્તની વિનંતિ
૧૩૭ ભાવાદિના અકતા, ઈચ્છા, લીલા, ચપળતા રહિત છે એટલે જે ઈચ્છા તે તે ઊભુતાવતને છે અને જે પરમેશ્વર તે તે પૂર્ણ સુખી છે, તે માટે ઈચ્છા રહિત, વળી લીલા પણ સુખની લાલચવાળાને હેય અને લાલચીપણું નથી એહવા સ્વામીના દર્શન સમાન નિર્મળ નિમિત્ત લહી કેતાં પામીને જે એ આત્માનું ઉપાદાન મૂળ પરિણતિ તે શુચિ કેતાં પવિત્ર નહીં થાશે તે જાણીએ છીએ જે વસ્તુ, જે જીવ તેને જ દેષ કેતાં અવગુણ છે, એટલે રખે એ જીવને દલ અયોગ્ય હોય? એ જીવની સત્તા કેવી રીતની છે? અથવા પોતાના ઉદ્યમની ખામી છે? કેમકે આકરે પ્રયત્ન ઉદ્યમ કરી આત્માને સમાર જોઈએ, તે એ જીવ પોતાની ઊણશે આત્માને સમારે નથી, તે માટે હવે શું કરવું? જે બીજો ઉપાય કેઈ નથી, તે શ્રી અરિહંતની સેવા તેહીજ નિચ્ચે નિકટ કેતાં નજીકતા લાસે કેતાં પમાડશે એટલે એ આત્મા દુષ્ટ છે, પરંતુ શ્રી જિનરાજની સેવાથી દુષ્ટતા તજશે.
(૫) સ્વામી જે શ્રી અરિહંત, તેના ગુણને ઓળખીને જે પ્રાણી શ્રી અરિહંતને ભજે કેતાં સેવે તે દર્શન કેતાં સમકિતરૂપ ગુણ પામે, જ્ઞાનદર્શનની નિર્મળતા પામે. જ્ઞાન તે યથાર્થ ભાસન, ચારિત્ર તે સ્વરુપરમણ, તપ તે તત્વ એકાગ્રતા, વીર્ય તે આત્મસામર્થ્ય, તેના ઉલાસથી કેતાં ઉલસવેથી જ્ઞાનાવરણાદિ કર્મને ઝીપીને વસે કેતાં રહે મુક્તિ કેતાં મેક્ષ નિરાવરણ સંપૂર્ણ સિદ્ધતારૂપ ધામે કેતાં થાનકે વસે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org