________________
ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ
૧૨૫ આટલી ઊંડાણવાળો તેમ નિમગ્નતા સહિતને આત્માનુભવ તેને થયે નહોતે.
પરમકૃપાળુ શ્રી ગુરૂ પાસે જઈ દર્શનથી હર્ષિત થઈ, ભક્ત અનુભવની વાતનું નિવેદન કરે છે, ત્યારે ગુરૂદેવ પ્રસન્ન તાથી તેને આત્માની અપ્રમત્ત સંયમવાળી દશાની પ્રાપ્તિ થયા બદલ શાબાશી આપે છે અને આશિષ આપી આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આત્માની પરમ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ સ્થિતિ પામવી હવે સાવ સમીપ છે તે જાણું ગુરૂદેવને અથાગ ઉપકાર માને છે. હવે તેને લપક શ્રેણિમાં આરૂઢ થઈ, ચારે ઘાતી કર્મોને ક્ષય કરી નિજ શુદ્ધતા પૂર્ણપણે પ્રગટ કરવાનું કાર્ય શેષ રહ્યું છે અને તે સુલભ છે.
પરમોત્તમ આત્મકલ્યાણને સાધનાર પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના ભાવો ત્રિકાળ જયવંત વહેં ! તે ભાવેની પ્રાપ્તિ માટેના “સપુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્ સમાગમરૂપ નિમિત્તે કારણે પણ ત્રિકાળ જયવંત વર્તે, જયવંત વર્તા!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org