________________
५०
ભક્તિમાર્ગનું રહસ્ય અપરિણામી કે સ્થિર નથી; શ્રદ્ધા પરિણામ સ્વભાવવાળી હોઈ વિકાસના સ્વભાવવાળી છે, તેથી તે ઉત્તરોત્તર વર્ધમાન થવી જોઈએ, નિર્મળ બનવી જોઈએ અને બળવતી થવી જોઈએ. નહિતર તે ઘટે છે અને ઘટતાં ઘટતાં પતનના માર્ગે ચાલી જાય છે. તે હે પ્રભુ! મને સતત જાગૃત રખાવશે, ભૂલ થતી હોય ત્યાં ચેતાવશે અને સાચા માર્ગે આ રંક બાળકને આગળ ધપાવશે.
વળી હે પ્રભુ! આપને ઉત્તમ બેધ મને સ્મરણમાં છે કે શ્રદ્ધાને પરિણામી કરવા અને કાર્યશીલ બનાવવા ચિંતન એ મુખ્ય સાધન છે. આપ ભગવંતના દિવ્ય લકત્તર ગુણેનું ચિંતન જેમ જેમ વધે છે, તેમ તેમ શ્રદ્ધા વધે છે, આત્મિક પ્રેમ વધે છે અને ગુણેની પ્રાપ્તિ થવા માટે જિજ્ઞાસા અને ઝંખનાનું બળ વધે છે. આ ચિંતનસાધનાના આરાધનથી દિવ્ય રહસ્યપૂર્ણ જ્ઞાન ક્રમથી પ્રગટતું જાય છે અને તે થકી પિષણ પામતી શ્રદ્ધા બળવતી અને વેગવતી થતી જાય છે. તેના પરિણામે તે ગુપ્ત રહસ્યના ઊંડાણ સુધી પહોંચવા ક્રિયાશીલ બને છે. જેમ જેમ તેવી આત્મદશા થતી જાય છે તેમ તેમ અંતરંગ કર્મોનાં આવરણ નાશ પામી પરમ સતના અપ્રગટ ભેદનું વિશેષ જ્ઞાન પ્રગટે છે ને પછી જ્ઞાનપ્રકાશના અદ્દભુત શીતળ તેજમાં સ્નાન કરી પૂર્ણ શુદ્ધ સ્વરુપને આહાદ અનુભવાય છે, સમ્યક શ્રદ્ધાનું બળ કેઈ અલૌકિક છે!
હે પ્રભુ! શ્રદ્ધાનું સ્વરૂપ કેવું આશ્ચર્યકારક છે!!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org