________________
૭૩
ભગવાનની ભક્તિનું સ્વરૂપ સદગુરૂને વિષે સર્વોપણ શિરસાવધ દીઠું છે અને તેમ જ વર્યાં છે.”
( શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૭) જ્ઞાન અને ભક્તિ બંનેનું લક્ષ્ય એક જ છે, સ્વાસ્મોપલબ્ધિ વા આત્મસિદ્ધિ કરવાનું એટલે મોક્ષનું જ્ઞાનમાર્ગમાં તર્ક, બુદ્ધિ અને અનુમાન શક્તિની બલતા હોય છે, ભક્તિમાર્ગમાં હૃદયમાંથી નિર્ઝરતી પ્રેમ, કરુણા, આદ્રતા અને ઉપકારભૂત ભાવભીની લાગણીઓની પ્રબળતા હોય છે. જ્ઞાનમાર્ગ શુષ્ક કઠણ અને દુરારાધ્ય હેવાથી બહુ થોડા મનુષ્ય તેને લાભ લઈ શકે છે, ભક્તિ માર્ગ સ-રસ, સહેલે અને ઓછા પરિશ્રમે સાધ્ય થતું હોવાથી ઘણા ઘણુ મનુષ્યો તેના આશ્રયથી માટે લાભ ઉઠાવી શકે છે. જ્ઞાનમાર્ગમાં પિતાને ચાર ઘાતીકર્મોની બેડીઓથી જકડાયેલ પોતાના આત્માનું જ આલંબન લેવાનું હોય છે તેથી કાર્ય સિદ્ધિ કઠિનતાથી થાય છે, ભક્તિમાર્ગમાં ભક્તને ચાર ઘાતી કર્મોના બળવાન ક્ષયપશમથી ઉત્પન્ન બળવતી શક્તિઓના ધારક પરમકૃપાળુ જ્ઞાની પુરૂષ કે સપુરૂષની પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ સહાય હોવાથી તેમને સાથ તથા સહારે છે અને તે કારણે સિદ્ધિની સફળતા સહેલાઈથી થાય છે, જ્ઞાનમાર્ગીને શાસ્ત્રજ્ઞાનની મુખ્યતા હોવાથી શાસ્ત્રા ધ્યયનનું મુખ્ય પણું હોય છે, ભગવાનરૂપ સંપુરૂષના ભક્તને તેમની અપૂર્વ, એકાંત હિતકારી અને પૂર્વાપર અવિરલ વાણી એ જ મુખ્યતાએ શાસ્ત્ર સ્વરૂપ છે અને તેથી આજ્ઞા ન મળી હોય ત્યાં સુધી શાસ્વાધ્યયનનું અત્યંત ગૌણપણું છે. જ્ઞાન માગીને સમાધિના શીતળ સુખ માટે એકાગ્રતા અને ધ્યાનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org