________________
૭૨
ભક્તિમાર્ગનું રહસ્ય છે અને તન-મનથી આત્મભાવે તેમની પ્રેમ-શ્રદ્ધા-અર્પણુતાવાળી ભક્તિમાં જોડાઈ કલ્યાણ પ્રાપ્ત થઈ વીતરાગ માર્ગમાં આગળ વધે છે અને પછી તે શ્રી ગુરૂદેવની સર્વ ઋદ્ધિ સિદ્ધિ મેળવવી જ છે એ અંતરંગ દઢ નિશ્ચય પ્રકાશને હવાથી આત્મિક બળવીર્યને પ્રબળપણે પ્રગટાવી, ગુરૂઆજ્ઞામાં રહી પુરૂષાથી થાય છે અને ગુરૂકૃપા થકી તેમની ઉચ્ચ આત્મદશાને મેળવી ભાગ્યશાળી થાય છે.
આ રીતે ભક્તિમાર્ગ સરળ અને સુગમ છે, સ્વચ્છ અને સુમધુર છે, અ૫ પ્રયાસે અને અ૫ કાળે ફળ દેનાર છે. અબુધ અને અશક્ત પણ તેને ઉત્તમ લાભ મેળવી શકે છે. આ માર્ગના આરાધકેમાં ક્રિયામાર્ગીઓના અસદુ અભિમાનને સ્થાને સસ્વરૂપ શ્રી સદ્દગુરૂ પ્રત્યે નમ્રતાપૂર્વકનું બહુમાન હોય છે, વ્યવહારક્રિયાના આગ્રહને બદલે પ્રેમ–શ્રદ્ધા-અર્પણતા વધારવાને ઉત્સાહયુક્ત આગ્રહ હોય છે અને સિદ્ધિમેહને સ્થાને આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ માટેને ઉમળકાભર્યો મહ હોય છે, વળી આ આરાધક જ્ઞાનમાર્ગીઓની જેમ સંદેહશલ્યથી પીડાતા નથી. વિક્રપાના વંટોળમાં અટવાતા નથી, સ્વછંદાદિ દોષમાં સપડાતા નથી તેમ પ્રાણને જ હરી લે એવા અતિ પરિણામીપણામાં કદી પરિણમતા નથી, કેમકે તેમના માથા પર સ્વરૂપનિષ્ઠ પુરૂષ સમાન ધિગધણી વિરાજમાન છે, અને આથી જ “કેઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન એ ભક્તિમાર્ગને તે જ કારણથી આશ્રય કર્યો છે અને આજ્ઞાશ્રિત પણું અથવા પરમ પુરૂષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org