________________
ભગવાનની ભક્તિનું સ્વરૂપ પ્રેમ ને જ્ઞાન વચ્ચે બિન્દુમાંથી પસાર થતી લીટી દોરે. શ્રદ્ધા ને દર્શન વચ્ચે બિન્દુમાંથી પસાર થતી લીટી દોરે અર્પણતા ને ચારિત્ર વચ્ચે બિન્દુમાંથી પસાર થતી લીટી દોરે.
ભક્તનું આત્મવીર્ય સકુરાયમાન થઈ પુરૂષમાં પ્રેમ કરવા પ્રત્યે વળે છે, ત્યારે પ્રેમની માત્રા અનુસાર ભક્તના આત્માને ઉપયેાગ પુરૂષને પવિત્ર આત્મા સાથે ગુપ્તતાએ અનુસંધાન કરે છે, તેમના થકી બળ મેળવે છે અને વિવેકપૂર્વકના સત્યજ્ઞાનને લાભ પ્રાપ્ત કરે છે. આવી રહસ્યમય ગુપ્ત પ્રક્રિયા થવા પાછળ જે વૈજ્ઞાનિક નિયમ છે, તે જેના જ્ઞાનમાં હશે, તેને આ પ્રક્રિયા સમજવાનું સુગમ થશે.
તે જ પ્રમાણે ભક્તનું આત્મવીર્ય સત્પરૂષમાં શ્રદ્ધા કરવા તરફ કાર્યશીલ થાય છે, ત્યારે શ્રદ્ધાના બળ અનુસાર તેવી જ ગુપ્ત પ્રક્રિયાથી ઉત્પન્ન થતું ફળ પ્રાપ્ત થાય છે, એટલે સત્યદર્શન થાય છે.
એ જ રીતે ભક્તનું આત્મવીર્ય પુરૂષનાં પવિત્ર ચર માં પિતાનું માનેલું સર્વસ્વ અર્પણ કરવા તત્પર થાય છે, ત્યારે અર્પણભાવની સ્થિતિ અનુસાર તે જ પ્રક્રિયાજનિત ઉત્તમ ફળ મળે છે અર્થાત્ સત્ય ચારિત્રને લાભ થાય છે. ઘણું ઊંચા પ્રકારની લબ્ધિઓને સિદ્ધિઓ અહીં પ્રગટ થાય છે.
Aસર્વ વીર્ય જ્યારે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાની એકત્રતા અને પૂર્ણતા માટે કામે લાગી જાય છે, ત્યારે અનંત અવ્યાબાધ સુખમાં સ્થિતિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org