________________
૨૮
ભક્તિમાર્ગનું રહસ્ય આત્મવિકાસના મમીને પ્રગટ કરનાર અને કર્મને સંહાર કરનાર ધર્મ ત્રિકાળ જયવંત વર્તા, જયવંત વતે ! અમૃતરૂપી ધર્મચંદ્ર સદા શીતળ પ્રકાશ પાથરે! એથયે
હે તીર્થંકર પ્રભુ! સમસ્ત લેકમાં સર્વથી ચઢીયાતી અવસ્થારૂપ આપના અતિશયે અત્યંત ચમત્કાર ઉત્પન્ન કરે એવું આપનું ઐશ્વર્ય સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
હે પ્રભુ ! આપને જન્મથી લેકેત્તર રૂપ અને કાંતિવાળી, દિવ્ય સુગંધથી સુવાસિત, પ્રસ્વેદ અને મલરહિત અને નિગી પરમ દારિક કાયા હોય છે, શ્વાસોશ્વાસ પર કમળથી પણ અધિક સુગંધિત હોય છે, માંસ તથા લેહી દૂધની જેમ ઉજ્વળ અને દુર્ગંધરહિત હોય છે, આહાર અને નીહાર ચર્મચક્ષુને અગોચર હેય છે.
હે કરુણાનિધિ પ્રભુ! આપ જ્યારે સર્વ ઘાતિ કને ક્ષય કરીને કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરી પૂર્ણ શુદ્ધ સ્વરુપ પ્રગટાવે છે ત્યારે બીજા અગિયાર અતિશયે ઉત્પન્ન થાય છે, આપની દિવ્ય વાણી મનુષ્ય, તિર્યંચ અને દેવતા એની ભાષામાં સ્વયં પરિણમી જાય છે. મસ્તકના પાછલા ભાગમાં સૂર્યને પણ ઝાંખે પાડી દે એવા મનહર તેજનું મંડળ-ભામંડળ પ્રગટ થાય છે. બસે ગાઉથી અધિક વિસ્તારમાં રેગ, વૈર, ઈતિ, મરકી, અવૃષ્ટિ, અતિવૃષ્ટિ, દુભિક્ષ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org