________________
૪૨
ભક્તિમાર્ગનું રહસ્ય જગતમાં આપના જેવા કેઈ પિતા થઈ શકે તેમ નથી, આપ જ જગતપિતા છે અને જગબંધુ છે.
હે જગતપિતા! આથી હું, આપનું ભૂલું પડેલું અશક્ત ને નિર્ધન બાળક, મારા પરમ પિતા એવા આપના પાવનકારી ચરણકમળમાં હું અને મારું કહેવાતું, મનાતું સર્વસ્વ આપને અર્પણ કરીને આપનું અનન્ય શરણ અંતરના નિર્મળ ભાવથી સ્વીકારું છું અને આપની કૃપા વરસો એમ ભાવું છું.
તે જ પ્રમાણે હે કૃપાળુ! સંસારના જૂઠા સંબંધમાં ભ્રાતા, મિત્ર, સખા, સનેહીએ વ્યવહારદષ્ટિએ કોઈ પ્રકારે ઉપકારી થાય છે, પરંતુ આત્માથે જોતાં તે આપ જ પરમ બ્રાતા છે, પરમ મિત્ર છે, પરમ સખા છે, પરમ સનેહી છે, કેમ કે આપ સાચા અનંત ઉપકારી છે, જે ઉપકારને બદલે વાળવા હું સર્વથા અસમર્થ છું, વળી આપ કંઈપણ લેવાને સર્વથા નિસ્પૃહ છે, જેથી હું મન, વચન અને કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરૂં છું.
હે ભગવાન! આપ પરમ ઈષ્ટ છે, પમ મિષ્ટ છો.
હે પ્રભુ! ત્રણ લેક અને ત્રણ કાળમાં પ્રાપ્ત કરવા યોગ્ય સર્વોત્કૃષ્ટ પદાર્થ તે અનંત ચતુષ્ટયયુત એ એક શુદ્ધ આત્મા છે. એ સર્વોચ્ચપદની પ્રાપ્તિ તે આપના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org