Book Title: Bhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Author(s): Veershekharsuri
Publisher: Adinath Marudeva Veeramata Amrut Jain Pedhi
View full book text
________________
T
મા
H૮થા
ભકતામર છે
મહાયન
પૂજન
વિધિ,
કર્મો ય અનંત એક જીવનાં ભાવ પણ અનંત..મોક્ષમાં ગયા બાદ રહેવાને કાળ પણ અનંત, એટલે જ તમને આ અનંતની હારમાળાના પ્રકાશક સમજીને જ તજ્ઞાનીઓએ તમને “અનન્ત” કહ્યા છે. એ માટે પ્રભુ! સંસાર ચલાવે તે કષાય. કષાયને પેદા કરે તે વિષય-પાંચ-ઇન્દ્રિઓના સખગ. આ પાંચે ય ઇન્દ્રિયમાં લુચામાં લુચી સ્પર્શેન્દ્રિયચામડી. તેના સુખ લેતાં પેદા થાય પેલો કામદેવ-અનન્ત-અને પ્રભુ!, કામદેવની કાપાકાપીથી કંટાળેલો તમારા કારણે આવ્યો ત્યારે ખબર પડી કે તમે જ કામદેવના કટ્ટર શત્રુ છે. તેથી જ તેમણે તમને “અનંગ-કેતુ કહયા છે એ મારા પ્રભુ! તમારે ‘મન’ અનુત્તરમાં રહેલા દેવાના સંશયને ય નિવારે ..તમારો “વચનગ' ભવ્ય છામાં બોધિબાજ રેપે અને ઉપદેશામૃતના પાન કરાવી મોક્ષે પહોંચાડે તમારે. ‘
કાગ’ ભયંકરમાં ભયંકર ઈતિ અને ઉપદ્રવને શાંત કરે તેથી વેગીઓએ ભેગા મળીને મને કહ્યું. એ માનતુંગ ! આ તમારે ભગવાન ગીઓના ય ઇશ્વર છે. ગીશ્વર' છે હે પ્રભુ! તમારી લીલા અપાર તમને મન છતાંય તમે મનથી હરખાવ નહિ તમને વચન છતાંય તમારા વચનમાં ક્રોધ નહીં કે કષાય નહીં. તમારે કાયા ખરી પણ તમને તમારી કાયાની કેઈમાયા નહીં તેથી પ્રભુ ! તમારે જે તે હોવા છતાં ય નહીં હોવા જેવા એટલે જાણે તમે તે ગાને નાશ કરીને અાગી બની બેઠેલા જે તેથી યોગ જિજ્ઞાસુઓએ કહ્યું તમે તે પ્રભુ “વિદિત ગ” છે. એ મારા પ્રભુ! તમે સમવસરણમાં દેશના વહાવે છે ત્યારે એક હેવા છતાં ય ચાર લાગો છે એક હોવા છતાં ય અનેક કહેવાયા તેથી પણ એ મારા પ્રભુ! તમને અનેક આત્માઓ “અનેક તરીકે ઓળખે છે. પ્રભુ ! તમારા જેવા અન્યને જગતમાં કઈ પંડિતે પારખી ન શક્યા. તેથી એક તમારી આગળ કહેવા માંડયા એક તમે એક તમે એક તમે તેથી તમે એક. એ મારા દેવ! તમે જ્ઞાનના દરિયા . તમે જ જ્ઞાન સ્વરૂપ. જે જ્ઞાન એ તમે જ જે તમે એજ જ્ઞાન તેથી જ્ઞાનીઓએ કહ્યું આ તે “જ્ઞાન સ્વરૂપ” છે. એ મારા ભગવાન ! દૂષણે શોધી કાઢનાર, હૃદયથી ધન બનેલાઓએ તમારા પર ખૂબ નજર ફેરવી પણ કોઈ દૂષણ કે છિદ્ર મહયું નહીં. એટલે આખરે તેમણે જાહેર કર્યું ૧૦૦ ટકા શુદ્ધ છે મારે પ્રભુ તેથી કહેવાયા તમે ‘અમલ’ પણ.... આ બધાય તમને જુદી જુદી રીતે કહેનાર ઓળખનાર સંત તો ખરાજ ને? મારા પ્રભુને માને તે એજ હાય.