Book Title: Bhagwan Mahavir
Author(s): Kumarpal Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 5
________________ ૦ અનોખું પ્રયાણ ૦ શિષ્ટ, સંસ્કારી અને માનવમૂલ્ય પ્રેરતું વાંચન આપવાને સતત પ્રયાસ કરનાર શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ જૈનદર્શન પરિચયણથી એક નવી જ કેડી પર પ્રયાણ આદરે છે. ધર્મની સનાતન ભાવનાઓ, ઉચ્ચ આદર્શોને મૂર્તિમંત કરતું ધર્મપુરૂષનું જીવન અને માનવતાનાં મૂલ્ય પ્રગટાવતી ધર્મકથાઓ આપવાનો હેતુ આ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. વળી સરળ અને પ્રવાહી ભાષામાં, સહુ કોઈને સમજાય એ રીતે આ પુસ્તિકાઓ દ્વારા વાચન આપવાને અમારો પ્રયાસ છે. આજે ધર્મની વાતો ઘણી થાય છે, ક્રિયાઓ અને ઉત્સવ પણ થાય છે, ક્યાંક રૂઢિ અને પરંપરાના જડ ચેકઠામાં ધર્મને સંકુચિત બનાવી દેવામાં આવ્યું છે તે ક્યાંક સ્વાથી હેતુ માટેનું સાધન બની ગયે છે. આવે સમયે ધર્મ અને તત્વજ્ઞાનની વ્યાપક ભાવનાઓ આપીને ધર્મ વિશેની સાચી સમજ કેળવવાનો આમાં પ્રયાસ કર્યો છે. જૈનદર્શનના અનેકવિધ પાસાઓ અને એ ભવ્ય દર્શનથી પિતાનું જીવન ઘડનાર વિભૂતિઓને પરિચય આપવાને આમાં હેતુ રખાયું છે. આ યોજનાના અન્વયે પચાસ પુસ્તક પ્રગટ કરવાનો આશય છે અને અમને જણાવતા આનંદ થાય છે કે આની પ્રથમ ત્રણ શ્રેણીના પ્રકાશનમાં ટોરન્ટ લેબોરેટરીઝના સેવાભાવી અગ્રણી શ્રી. યુ. એન. મહેતાને સાથ અને સહકાર સાંપડયો છે. માનવજાતિને પ્રેરણા આપનારા ધર્મતત્વની સાચી સમજ આપતી આવી શ્રેણીની તાતી જરૂર છે, ત્યારે અમારા આ પ્રયાસને સહુ કોઈ વધાવી લેશે. . .-12; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52