Book Title: Bhagwan Mahavir
Author(s): Kumarpal Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ ભગવાન મહાવીર ઃ : ૧૫ સુક્તિ પિતાના ઉદ્યમ, બળ, વીર્ય અને પરાક્રમ પર જ નિર્ભર છે.” પાંચ સંક૯૫ એકલવીર મહાવીર આગળ વધ્યા. ક્યાંક ખંડેરમાં તે કદીક સ્મશાનમાં, કઈ ગાઢ જંગલમાં કે ઊંડી ખીણમાં એ ધ્યાન લગાવીને બેસી જાય છે. તપ પણ સાથોસાથ ચાલ્યા કરે છે. એવામાં મેરાક સન્નિવેશમાં દુઈજ્જત તાપસના વિશાળ આશ્રમમાં આવ્યા. આ આશ્રમ ગોચરેની પાસે એક સુંદર ઝરણુને તીરે આવ્યું હતું. એના કુલપતિ ભગવાનના પિતા સિદ્ધાર્થના પરમ મિત્ર હતા. એમના મધુર આગ્રહને માન આપીને મહાવીર ત્યાં રહ્યા. આશ્રમના કુલપતિએ એમને રહેવા માટે ઘાસની ઝૂંપડી આપી. મહાશ્રમણ મહાવીર અહીં ચાતુર્માસ રહ્યા. હજી વરસાદ પડ શરૂ થયે નહોતે, તેથી નવું ઘાસ થયું નહતું. ભૂખી ગાયે એમની ઝુંપડીના સૂકા ઘાસને ખેંચી કાઢવા લાગી. તાપસે તે લાકડીઓ મારીને પશુને ભગાડતા હતા, પરંતુ મહાવીર તે સતત ધ્યાનમગ્ન જ રહેતા. દીક્ષા લેતી વખતે એમના શરીર પર લગાડેલા સુગંધિત દ્રવ્યને કારણે કેટલાય કીડા, પતંગિયા, ડાંસ અને મચ્છર જેવા જીવે દંશ મારતા હતા, પણ મહાવીર તે આ બધાથી નિર્લેપ હતા. બીજા તાપને થયું કે દિવસભર લાકડીઓ લઈ લઈને તેઓ એમની ઝૂપડીઓનું રક્ષણ કરે છે અને મહાવીર તે સહેજે સાચવતા નથી. તાપસે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52