________________
બિગસ્થત મહવીર : : ૩૭
માગે છે તે પણ તું જ છે. આમ જાણી સમજુ માણસ કેઈને હણ નથી, કેઈના પર શાસન ચલાવતે નથી કે કેઈને પરિતાપ આપતો નથી. અહિંસા એ જૈનધર્મને પાયે છે. બીજા ધર્મોએ અહિંસા સ્વીકારી છે, પણ જૈનધર્મ જેટલું પ્રાધાન્ય એને આપ્યું નથી. આ અહિંસાની જેટલી સૂક્ષ્મ વિચારણા જૈનધર્મમાં કરવામાં આવી છે, તેટલી વિચારણા અન્ય ધર્મોમાં થઈ નથી. આ અહિંસાને ઉદ્ગમ તાત્વિક વિચારણા અને અનુભવમાંથી થયે છે. બધા જીની સમાનતાના સિદ્ધાંતમાંથી અહિંસાને આવિષ્કાર થયા છે, એવી જ રીતે સર્વ જીવ જીવવા ઈચ્છે છે. કેઈને મરવું ગમતું નથી. સહુ સુખ ઈચ્છે છે કેઈ દુઃખ ઈચ્છતું નથી. હિંસા કરવાના વિચારથી જ કર્મબંધ થાય છે. આથી જૈનધર્મમાં હિંસા અને અહિંસા એ કર્તાના ભાવ પર આધારિત છે. જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા હોય છે. અસત્ય વાણી અને વર્તન એ હિંસા છે. બીજાને આઘાત આપ કે ભ્રષ્ટાચાર કરે એ પણ હિંસા છે અને આ અહિંસામાંથી જ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પ્રગટે છે. પહેલાં વિચારમાં હિંસા આવે છે અને પછી વાણી અને વર્તનમાં હિંસા આવે છે. આથી જ કહેવાયું છે, 'War is born in the hearts of men.' (2018 અહિંસાને ઉદ્દેાષ અનેકાંતમાં સંભળાશે.
જૈનદર્શનમાં અહિંસાને પમપમાં કણે છે અને હિંસાને અપાં પાપ અને દુઃખનું મૂળ માનું છે. અહીની
અહિંસા મનુષ્ય પૂરતી જ મર્યાધિ નીપજાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com