Book Title: Bhagwan Mahavir
Author(s): Kumarpal Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 46
________________ ૪૦ : : જેનદર્શન શ્રેણી-૧ આવી સત્યપાલનની જાગૃતિ જેના મનમાં હોય તેની શું વાત કરવી? સત્ય બોલનારને અગ્નિ સળગાવી શકતે નથી. કે પાણ ડૂબાડી શકતું નથી. જૈનદર્શને સત્યની વ્યાપક વિચારણા કરી છે. હું કહું છું તે જ સત્ય” એવા આગ્રહ, દુરાગ્રહ કે પૂર્વગ્રહમાં વિચારની હિંસા સમાયેલી છે. જ્યારે બીજાના કથનમાં પણ સત્યને અંશ હોઈ શકે તેવી ઉદાર દષ્ટિ તે અનેકાંત, કારણ કે સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય અને તેના પરની તમારી શ્રદ્ધા તેમ જ બીજાની નજરનું સત્ય અને તેના તરફની તેની વિચારણું. આમ જીવનની સર્વ દષ્ટિ ને અનેકાંતમાં સમતા છે, સહિષ્ણુતા છે, સમન્વય છે અને સહ-અસ્તિત્ત્વની ભાવના છે. સત્યશેધ માટેના અવિરત પ્રયાસની આ એક સાચી પદ્ધતિ છે. બધી વસ્તુને સાપેક્ષભાવે વિચારવી અને દરેક સ્થિતિમાં રહેલા સત્યના અંશને જે એનું નામ અનેકાંત છે. મારું જ સાચું' એમ નહિ, પરંતુ “સાચું તે મારું ? એવી ભાવના પ્રગટ થઈ ભગવાન મહાવીરના જીવનમાં “સાચું તે મારું” બતાવતા અનેક પ્રસંગે મળે છે. એમણે એમના પટધર જ્ઞાની ગૌતમને આનંદ શ્રાવકની ક્ષમા માગવા કહ્યું હતું. ભગવાન મહાવીરના સમયે અનેક વિવાદ ચાલતા હતા. દરેક પોતાની વાત સાચી ઠેરવવા માટે બીજાના વિચારનું ખંડન કરે, બીજાના વિચારના ખંડનને બદલે મંડનની ભાવના ભગવાને બતાવી, એમણે કહ્યું, “તમારી એકાન્તી બનેલી દષ્ટિને અનેકાન્તી બનાવે. એમ કરશે તે જ તમારી દષ્ટિને ઢાંકી દે “સર્વથા શહેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52