________________
ભગવાન મહાવીર ઃ : ૩૯
ભગવાન છે એમ કહેવામાં આવ્યું છે. જ્યારે “આચારાંગ. સૂત્રમાં કહ્યું છે કે “સત્યની આજ્ઞા પર ઊભેલે બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે.” આ સત્યને અનુભવ માનવીના અંતરમાં થતું હોય છે. મહાવીરનું જીવન જ સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા અનુભવ પર આધારિત છે. આથી જ તેઓ કહે છે કે હું પૂર્ણજ્ઞાની છું અને તે તમે સ્વીકારે તેમ નડિ. પણ દરેક જીવ સાચી સાધના કરે તે એ પદને પ્રાપ્ત કરી શકે છે એ એમને ઉપદેશ છે. ખુદ ભગવાન મહાવીરે પણ અગાઉના ૨૭ ભવની સાધના અને એ પછી સાડાબાર વર્ષની તપશ્ચર્યા બાદ તીર્થંકર પદની પ્રાપ્તિ કરી હતી. આથી એમણે કહ્યું કે જાગ્રત રહીને અસત્યને ત્યાગ કરવે જોઈએ. અસત્ય વચન બોલનાર સદા અવિશ્વાસને પાત્ર બને છે. વાણીમાં પણ ક્યાંય અસત્ય કથન ન આવે તેની તકેદારી રાખવી જોઈએ. માપસર અને દોષ વિનાનાં વચનો બોલવા જોઈએ. કટુ કે કઠોર ભાષાથી દૂર રહેવું જોઈએ. તેઓએ નિરંથ વિશે કહ્યું કે, “એ નિગ્રંથ વિચારીને બેલશે કારણ કે વગર વિચાર્યું બેલવા જતાં જૂહું બેલાઈ જાય. એ ક્રોધને ત્યાગ કરશે કારણ કે ગુસ્સામાં આવીને અસત્ય બેલાઈ જાય, એ લોભને ત્યાગ કરશે કારણ કે પ્રલેશનમાં આવીને જવું બેલાઈ જાય. એ ભયને ત્યાગ કરશે કારણ કે ભયમાં આવીને અસત્ય બેલાઈ જાય. એ હસી-મજાકને ત્યાગ કરશે કારણ કે ટીખળમકરીમાં અસત્ય બેલાઈ જય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com