________________
:૪ર : : જૈનદર્શન શ્રેણી-૧
સાહજિક અને પ્રસન્ન સંયમ ચિવું મહાવ્રત તે બ્રહ્મચર્ય. ભગવાન મહાવીરે શ્રી પાર્શ્વનાથના ચાર યામમાં પાંચમે બ્રહ્મચર્ય યામ ઉમેરીને એનું આગવું મહત્ત્વ પ્રગટ કર્યું. એમણે કહ્યું કે સ્વર્ગમાં અને આ લેકમાં જે કાંઈ શારીરિક કે માનસિક દુઃખ છે તે બધાં કામની લાલચમાંથી પેદા થયેલાં છે, કારણ કે ગોપભગ અંતે તે દુઃખદાયી છે. નદી વહેતી હોય પણ એને બે કાંઠા જોઈએ તે રીતે જીવનપ્રવાહને વહેવા માટે સંયમ જોઈએ. આ સંયમ સ્વેચ્છાએ સ્વીકારવામાં આવે તે સ્વસ્થતા અને પ્રસન્નતા અર્પે છે. આથી જ ભગવાન મહાવીરે કહ્યું કે, “તું પોતે જ પોતાની . જાતને નિગ્રહ કર આત્માનું દમન કર. વાસના, તૃષ્ણા અને કામગમાં જીવનાર અંતે તે દીર્ઘકાળ સુધી દુખ પામે છે. એમણે કહ્યું કે દુરાચારમાં પ્રવૃત્ત આત્મા જેટલું પિતાનું અનિષ્ટ કરે છે તેટલું તે ગળું કાપવાવાળે દુશ્મન પણ કરતું નથી. આથી સુખ, શાંતિ અને સમાધિનું મૂળ કારણ સાહજિક અને પ્રસન્નતાપૂર્વક સ્વીકારેલે સંયમ છે.
અપરિગ્રહ અને પરમ આનંદ પાંચમું મહાવ્રત છે અપરિગ્રહનું. પરિગ્રહ એ પાપનું મૂળ છે. માત્ર કઈ વસ્તુની પ્રાપ્તિ કે સંગ્રહ એ જ પરિગ્રહ નથી, પરંતુ કઈ વસ્તુ માટેની મૂઈ અને આસક્તિ એ પ રિગ્રહ છે. આ પરિવડ એ હિમા-અ, ચારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com