________________
ભગવાન મહાવીર : : ૪૩
ચૈથુન અને આસક્તિ એ પાંચેય પાપની શા છે આજે આપણે જોઈએ છીએ કે વર્તમાન જગતની અસીમ યાતનાએનું મુખ્ય કારણ મwવીની બહેકેલી પરિગ્રહવૃત્તિ છે. માણસ એમ માને છે કે પરિગ્રહથી સુખ મળે છે, પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુઃખનું અને બંધનનું કારણ બને છે. માનવીને બાહ્ય વસ્તુઓને ગુલામ બનાવે છે. આથી ભગવાન મહાવીર કહે છે કે જેમ ભમર પુષ્પમાંથી રસ ચૂસશે, પરંતુ પુષ્પને નાશ કરતું નથી, એ જ રીતે શ્રેયાથી મનુષ્ય પોતાની વ્યવહારિક પ્રવૃત્તિમાં બીજાને ઓછામાં ઓછે કલેશ કે પીડા આપે છે.
આમ પાંચ યામનું નિરુપણ કરીને ભગવાન મહાવીર કહે છે,
જે આ રીતે જીવશે, તેઓ જેમ વાયુ ભડભડ સળગતી જ્વાલાઓને ઓળંગી જાય છે, તેમ તે આદર્શ માનવી પણ સંસારની જવાલાને ઓળંગી, પરમ આનંદને ભાગી થશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com