________________
૩૬ ઃ જૈનદાન શ્રેણી-૧
એ માટે સાધુએ પાંચ મહાવ્રત, ને ગૃહસ્થ પાંચ અણુવ્રતને સાત શિક્ષાત્રત–એમ બાર વ્રતવાળા ધર્મથી જીવનનું ઘડતર કરવું જોઈએ. એમ કરે તે માણસને બેડે પાર થઈ જાય. આ ઉપરાંત યજ્ઞમાં પશુહિંસા ન કરે. શાસ્ત્રને છુપાવે નડિ. શૂદ્રને તિરસ્કારે નહિ.”
ભગવાન મહાવીરે મત અને મજહબની લડાઈ ગૌણ પદે સ્થાપી. સંસારના પ્રત્યેક મતને સાપેક્ષ સત્યવાળા ઠરાવ્યા. આચારમાં અહિંસા આપી. વિચારમાં અનેકાન્ત આપે. વાણુમાં સ્યાદ્વાદ આપ્યા. સમાજમાં અપરિગ્રહ સ્થાપે. એમણે કહ્યું,
धम्मो मंगलमुक्किळं, अहिंसा संतमो तयो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ।
[ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં લક્ષણે છે. જેનું મન ધર્મમાં હંમેશાં રમ્યા કરે છે તેને દેવો પણ નમે છે.]
ભગવાન મહાવીરે આત્મકલ્યાણ સાધવા માટે કેટલાક નિયમ પાળવાનું કહ્યું. નિયમ એટલે વ્રત. આવા પાંચ મહાવ્રત એટલે કે પાંચ યામ છે.
પરમ ધમ – અહિંસા આમાં પહેલું મહાવ્રત છેઃ અહિંસા. ભગવાન મહાવીરે કહ્યું કે “જેને તું હણવા માગે છે તે તું જ છે, જેના પર તું શાસન કરવા માગે છે તે તું જ છે, જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે તે તું જ છે, જેને હું મારી નાખવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com