________________
ર૪ઃ જૈનદર્શન શ્રેણી-૧
તુલાને જોખવા લાગી ગઈ. પાપ શું, પુણ્ય શું, ન્યાય શું અને અન્યાય શું એના જ વિચાર સર્વત્ર થવા લાગ્યા.
એક દિવસ ખબર મળી કે ધનાવહ શેડની એક ગુલામ સ્ત્રી ચંદનબાળા પાસેથી ભગવાને અડદના બાકળા વહેર્યા અને ભેજન કર્યું. લેકેન પ્રવાહ ધનાવડ શેઠના ઘર તરફ વહી નીકળે પણ ડીવારે સહુને ખબર પડી કે જેને ગુલામ માનતા હતા તે તે ચંપાનગરના રાજાની પુત્રી હતી. ખુદ કૌશાંબીના રાજાની ભાણેજ હતી. આ જોઈને સહ કહેવા લાગ્યા કે લડાઈ કેવી ખરાબ છે! જેમાં માનવી પિતે જ પિતાના સ્વજનેને હણે છે.
આત્મામાંથી પરમાત્મા મહાવીરે જગતને આત્માની અને શરીરની શક્તિની પરીક્ષા કરી બતાવી. એમણે સાધનાકાળના સાડા બાર વર્ષ દરમિયાન ફક્ત ૩૪૯ દિવસ અને તેય એક જ ટંક જે મળ્યું તે ભેજન લીધું. બાકીના તમામ દિવસોમાં પાણે વાપર્યા સિવાયના ઉપવાસ કર્યા. એમની આ ઉગ્ર તપશ્ચર્યામાં એક છ-માસી તપ, એક છ મહિનામાં પાંચ દિવસ ઓછાનું તપ, નવ ચતુર્માસી, બે ત્રિમાસિક, બે સાર્ધ-દ્વિમાસિક, છ દ્વિમાસિક, બે સાર્ધમાસિક, બાર માસિક, તેર પાક્ષિક વગેરે તપશ્ચર્યાને સમાવેશ થાય છે. પિતાના સાધક જીવનના ૪,૨૧૫ દિવસમાંથી ૪,૧૬૬ દિવસ નિર્જલ તપશ્ચર્યા કરી હતી. હજરે માઈલ પગપાળા ચાવ્યા હતા, દેહ પર વસ નહિ, માથે નહિ, પગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com