________________
ભગવાન મહાવીરઃ : ૫.
પગરખાં નહિ. આમ એમણે બતાવ્યું કે માણસના આત્માનું બળ અજબ છે. એક તરફ દુનિયાનું બળ હોય અને બીજી તરફ આત્માનું બળ હોય, પણ આત્માનું બળ જીતે છે. માણસ અહિંસા અને સત્યને રસ્તે ચાલે તે એ પરમાત્મા થઈ જાય છે. પરમાત્મા જુદો નથી, વ્યક્તિના આત્મામાંથી જ પરમાત્મા સર્જાય છે.
સાડા બાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યા અને અપૂર્વ સાધના. બાદ મહાવીર જુવાલિકા નદીના કિનારે ડાંગરના ખેતરમાં ધ્યાન લગાવીને બેઠા હતા. વૈશાખ માસની સુદ દસમ હતી. દિવસને ચેાથે પહેર હતો. તેઓને છઠ્ઠનું તપ હતું અને આ દિવસે તેમની મહાન તપશ્ચર્યા ફળી. શાલવૃક્ષની નીચે. ગંદડાસન(ઢીંચણ ઊંચા અને માથું નીચું)ની અવસ્થામાં બેઠા હતા, ત્યારે કેવળજ્ઞાન થયું. મહાજ્ઞાનને દીપક પ્રગટ્યો. એકવાર આ સંસાર અપૂર્વ પ્રકાશથી ઝળહળી ઊઠયો. દિશાઓ શાંત અને વિશુદ્ધ થઈ ગઈ. દેવે દુદુભિને. ગંભીર ઘોષ કરતાં ભગવાનને કેવલ્ય મહત્સવ ઉજવવા માટે પૃથ્વી પર આવ્યા. ભગવાનને સાચા સુખને માર્ગ મળી ગયે હતે. સંસારની કેઈ ગૂંચ કે જગતની કઈ ગ્રંથિ રહી નહતી. પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ એમ ત્રિલોકના ત્રણે દર્શને અને ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણેય કાળના દર્શન પ્રભુના અંતરમાં આવીને વસ્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી તેઓ અત, જિન અને વીતરાગ ઇત્યાદિ નામથી વાળખાવા લાગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com