________________
૨૬ : : જનન
શ્રેણી-૧
સર્વજ્ઞતાને પ્રભાવ સમિલ નામના ધનાઢય બ્રાહ્મણે મધ્યમ પાવાપુરીમાં ' વિરાટ યજ્ઞનું આયોજન કર્યું હતું. આમાં ભાગ લેવા માટે ભારતવર્ષના પ્રસિદ્ધ ક્રિયાકાંડ વિદ્વાને આવ્યા. એમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ જેવા ચૌદ વિદ્યાના પારંગત વિદ્વાન હતા. પ્રત્યેકની સાથે ૫૦૦-૫૦૦ શિષ્ય હતા. વ્યક્ત અને સુધર્મા નામના બે વિદ્વાન ૫૦૦-૫૦૦ શિષ્યગણ સાથે છેલ્લાક સંનિવેશથી આવ્યા હતા. જ્યારે મંડિક અને મૌર્યપુત્ર નામના વિદ્વાને ૩૫૦-૩૫૦ શિખ્યો સાથે મૌર્ય સંનિવેશથી આવ્યા હતા. અકપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામના બીજા ચાર વિદ્વાને પણ આ સભામાં ઉપસ્થિત હતા.
ભારતના વિદ્વાનોમાં આ અગિયાર વિદ્વાને મૂર્ધન્ય ગણાતા હતા પણ તેઓ સંશય અને અજ્ઞાનના અંધકારમાં અટવાતા હતા. આ સમયે ભગવાન મહાવીર મધ્યમ પાવાપુરીમાં પધાર્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી. સૂર, અસૂર અને માનવ – સહુ એમને ઉપદેશ સાંભળવા ઉપસ્થિત થયા, ત્યારે આ વિદ્વાને ભગવાન મહાવીરની સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. પરંતુ સર્વજ્ઞ ભગવાને જ એમના સંશ કહા અને તેનું નિવારણ કર્યું. પરિણામે આ અગિયારે વિદ્વાન દીક્ષિત થઈ ભગવાન મહાવીરના ધર્મસંઘના ગણધર અન્યા. આ પછી તેઓ મગધ, મિથિલા, કેશલ અને કલિંગમા ફર્યા. હજારે સ્ત્રી-પુરુષે તેમના અનુયાયી બન્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com