________________
૨૮ :: જૈનદર્શન શ્રેણી-૧
અને આશ્રય માટે માણસ અનેક વ્યક્તિની લાચારી કરે છે. એ લાચારીમાંથી નિગ્રંથ સાધુ મુક્ત હશે. સદા પગપાળા પ્રવાસ કરવાનું હોવાથી એને રથ, ગાડું કે અશ્વની અપેક્ષા નહિ હેય. પગમાં પગરખાં નહિ હોવાથી એ મોચીને નહિ શેળે. હાથે કેશ લેનાર હોવાથી નાઈની જરૂર નહિ રહે. એનું જીવન પરાધીન નહિ પણ સ્વાધીન – સ્વતંત્ર હશે, દુર્ગમ માર્ગને સુખદ માનશે. દુઃખ અને વિપત્તિને આત્મપકારક સુખ માનશે. સાધુની પાસે સદા એક કલ્પના રહેશે. આ કલ્પના આપતાં ભગવાન મહાવીર કહે છે,
લડાઈમાં મોખરે ચાલતે હાથી, કેટકેટલાં વિદને સહે છે, કેટકેટલા ઘા વેઠે છે! છતાં એ આગળ જ ચાલ્યા જાય છે, એમ સાધુ આગળ વધશે. જેમ એ હસ્તી બંધ, છેદ કે વધની દરકાર કરતું નથીએનું ચિત્ત લક્ષને વેધવામાં હોય છે, એમ સાધુ પણ કશી દરકાર નહિ કરતાં, જીવનની સાધનામાં આગળ ને આગળ વધશે.”
ભગવાન મહાવીરના ઉપદેશની પદ્ધતિ એ જ્ઞાતા–શૈલી એટલે કે દષ્ટાંત દ્વારા વાત સમજાવવાની સરળ પણ મર્મવેધી. શિલી હતી. રાજગૃહના માસામાં એકવાર એમણે આ કથા કહી –
કેટલાક લેકે અતિથિ માટે ઘેટાને પાળે છે. એને ખૂબ લાડ લડાવી સારે ઘાસ-પાલે ખવડાવે છે. ઘેટો હ8પુષ્ટ બને છે અને માને છે કે મારા જીવનમાં તે આનંદ અને લહેર છે. મસ્ત થઈને ખાવા-પીવાનું અને એનાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com