________________
૧૪:: અનશન શ્રેણી-૧
નાળામાં અને ગાઢ જંગલના ખૂણે ખૂણે તપાસ કરી. ક્યાંય બળદ ન મળતાં રખડીને થાકેલે ગોવાળ ખિન્ન ચિત્ત પાછા ફરતું હતું, ત્યારે બળદને મહાવીર પાસે જેયા અને એને ગુસસે ભભૂકી ઊઠયો. આ સમયે એ બળદની રાશ લઈને મારવા ગયે, પરંતુ ઈન્દ્ર આવીને એને પડકાર્યો. ગેવાળને કહ્યું, “કેવે મૂર્ખ છે તું? જેને તું ચેર સમજે છે તે તે રાજા સિદ્ધાર્થના તેજસ્વી પુત્ર વર્ધમાન છે. રાજવૈભવને ઠોકર મારીને આત્મસાધના કરવા નીકળ્યા છે, ત્યારે તે તારા બળદની ચોરી કરશે? દુઃખ એ વાતનું છે કે તું પ્રભુ પર પ્રહાર કરી રહ્યો છે.”
ગેવાળ ધ્રુજવા લાગે અને એણે મહાવીરનાં ચરણ પકડી લીધાં, મહાવીરની આંખમાં અસીમ કરુણ છલકાઈ રહી હતી. દેવરાજ ઈન્ટે કહ્યું, “સાધનાના વિકટ પંથમાં આવા મૂઢ માણસે આપને વિના કારણે હેરાન-પરેશાન કરશે, તે મને આપની સેવામાં રહી કષ્ટનિવારણની તક આપે. આવતા સાડાબાર વર્ષ સુધીના સાધનાકાળમાં હું સાથે રહી આપની સંભાળ રાખીશ.”
દેવરાજ ઈન્દ્રની વાત સાંભળીને મહાવીરે કહ્યું, આત્મસાધકના જીવનમાં આજ સુધી એ કદી બન્યું નથી અને બનશે પણ નહિ. કેઈ બીજાની મદદ વડે આત્મસિદ્ધિ કે આત્મમુક્તિ સાંપડી શકે નહિ. સાધકને તે આદર્શ છે. “ઘજે જે વિનો—તે એકલે સ્વપુરુષાર્થથી જ આગળ વધતે ઓ છે. દરેક જીવી પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com