Book Title: Bhagwan Mahavir
Author(s): Kumarpal Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 18
________________ ૧૨? : જૈનદર્શન શ્રેણી-૧ અશોકવૃક્ષની નીચે પિતાના હાથે જ પંચમુષ્ટિક લેચ કર્યો. સાધુ જીવનની મહાન પ્રતિજ્ઞા લીધી ? આજથી હું કોઈ પણ જાતનું પાપકામ મન, વચન અને કાયાથી કરીશ, કરાવીશ કે અનુમોદીશ નહિ. મારી સંપૂર્ણ આત્મશુદ્ધિ કરીશ.” સાધનાના પંથે આ સમયે સહુની એક આંખમાં હર્ષ તે બીજી આંખમાં આંસુ હતાં. સહુના હૈયાં ખળભળી ઊઠડ્યાં હતાં. મોટાભાઈ નંદીવર્ધન વર્ધમાનની ભાવનાને જાણતા હતા, એટલે એમણે ભારે હૈયે રજા તે આપી, પરંતુ આ વિદાય સમયે મન મેકળું કરીને રડી પડ્યા. વર્ધમાનનું મન હવે જગતના મેહ કે શેકમાં ઘસડાય તેવું નહોતું. એમની નજર સાધના પર હતી, અને એથી જ પળવારમાં એમણે ઘરને વન અને વનને ઘર બનાવી દીધું. ત્રીશ વર્ષની વયે વર્ધમાને સંસારને ત્યાગ કર્યો. ઈન્દ્રિયવિજય અને આત્મસિદ્ધિની આ યાત્રા હતી. રજપૂતને પણ પાણી પીવડાવે તેવું પરાક્રમ હતું. એમણે વસ્ત્ર અળગાં કર્યા. આ વખતે દેવરાજ ઈન્દ્ર એમના ખભા ઉપર સુંદર એવું દેવદૂષ્ય વસ્ત્ર નાખ્યું. મહાવીર ચાલી નીકળ્યા. એ સમયે મશર્મા નામને એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એણે દાન માગ્યું. મહાવીર પાસે બીજુ કંઈ નહતું, એટલે તેમણે પોતાના ખભે રહેલા 4માંથી અર્ધ વસ'ફાડીને આપી દીધુ: બ્રાહgવસા લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52