________________
ભગવાન મહાવીર : : ૨
વળે? પિતાની જાત સાથે જ સ્વયં યુદ્ધ કરે. પોતે પિતાની જાતને જીતવાથી જ સાચું સુખ પ્રાપ્ત કરી શકશે.
અજાર ગુf, તે કુલ્લેખ નો | अप्पाणमेव अप्पाणं, जहता सुहमेहए ।
[એમણે કહ્યું કે દુર્જય યુદ્ધમાં જે હજારે યોદ્ધાઓને જીતે છે તેને બદલે જે એકલે પિતાની જાતને જીતે છે તેને એ વિજય પરમ વિજય ગણાય.]
આમ વિચારતાં મહાવીરને સંસારને ત્યાગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ માતા-પિતા દુઃખી થતાં હતાં. મહાવીર અઠ્ઠાવીસ વર્ષના હતા ત્યારે એમનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં અને એમણે સંન્યાસ સ્વીકારવાની તૈયારી કરી, પરંતુ મોટાભાઈ નંદીવર્ધને કહ્યું કે માતા-પિતાના વિયેગને ઘા હજી તાજો જ છે અને એમાં એકાએક બંધુવિયેગ તે સહન કરી શકીશ નહિ,
મેટાભાઈ નંદીવર્ધનની ઈચ્છાને માન આપીને વર્ષ માન બે વર્ષ સંસારમાં રહ્યા, પરંતુ એમને મન તે શહેર અને વન સરખાં જ હતાં. રાજમહેલમાં પણ તપસ્વી જેવું જીવન જીવતા હતા. વિશાળ રાજમહેલના એકાંત ભાગમાં બેસીને મોટાભાગનો સમય ચિંતનમાં પસાર કરતા હતા. આમ એક વર્ષ પસાર થઈ ગયું. બીજા વર્ષથી એમણે દાન આપવા માંડ્યું. રોજ સવારે એક પ્રહર સુધી તેઓ દાન આપતા. સેનું અને રૂપું, ધન અને ધાન એ બધું જ વહેચી દીધું. અને મરીની ભખ ભાંગી ને જમાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com