________________
-
-
-
-
-
-
-
-
-
ભગવાન મહાવીર ૧૭ શૂલપાણિ યક્ષને ઉપદ્રવ દુઈજ્જત તાપસના આશ્રમમાંથી વિહાર કરી ભગવાન મહાવીર અસ્થિગ્રામમાં આવ્યા. આ આખું ગામ ઉજજડ હતું. મોટાભાગનાં ઘરે ખંડેર જેવાં હતાં. ચારેબાજુ હાડપિંજરનાં અસ્થિ વેરાયેલાં હોવાથી લેકે એને અસ્થિગ્રામ કહેતા હતા. આ ગામના પાદરમાં આવેલા મંદિરમાં શૂલપાણિ નામને એક રૌદ્ર યક્ષ રહેતું હતું. એને માણસના શરીરની ગંધ તરફ એટલી નફરત હતી કે જે માણસ મંદિરમાં રાત્રિનિવાસ કરે તે સવારે મરેલે જ જોવા મળે. આ યક્ષ રાત્રે માણસને ડરાવે, કંઈ કંઈ ચાળા કરે અને બીકમાં ને બીકમાં માણસ મરી જાય. બીક પોતે ભયંકર નથી, પણ બીકની બીક વધુ ભયાવહ છે. મંદિરને પૂજારી ઈન્દ્ર શર્મા પણ એનાથી ભયભીત હતું. પણ મહાવીરને ડર કને? એમણે કહ્યું, “હું અભય છું. કેઈથી ડરતે નથી અને કોઈને ડરાવતું નથી. હું તે મંદિરમાં જ રાતવાસ કરીશ.”
અંધારું થયું. મંદિરને પૂજારી પણ ચાલ્યા ગયા. મહાવીર તે કાઉસગ્ગ ધ્યાને ઊભા હતા, ત્યારે વીજળીના જેવું ચમકતું ભયંકર ભૂલ હાથમાં લઈને શૂલપાણિ યક્ષ પ્રગટ થયે. જાણે રૌદ્ર રસ દેડ ધારણ કરીને આવ્યું ન હૈય! માનવને ભક્ષ મળશે એમ માનીને યક્ષે દૂર અટ્ટહાસ્ય કર્યું. ભલભલા એ અટ્ટહાસ્યથી ફાટી પડતા હતા, પરંતુ મહાવીર તે વજની માફક અવિચલ અને વિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com