________________
૧૮ : : જેનદર્શન શ્રેણ-૧
ઊભા રહ્યા. યક્ષ હાથી, પિશાચ અને સાપ બન્યું. મહાવીરના ના અંગેને કોચ્યા અને દંશ દીધે. પિતાની દિવ્ય દેવશક્તિથી મહાવીરના આંખ, કાન, નાક, માથું, પીઠ વગેરેમાં ભયંકર વેદના ઉત્પન્ન કરી, પરંતુ મહાવીર તે “મેરજ વાપણ અપમાળો'–સુમેરુની જેમ અકેપિત રહ્યા. આખી રાત અનેક ભયંકર વીતકે સાથે પસાર થઈ, પણ આખરે શૂલપાણિ યક્ષ થાકીને લેથ થઈ ગયે. એનું રાક્ષસી બળ મહાવીરના આત્મબળ આગળ પરાજિત થયું. ધીરે ધીરે એનું હૃદયપરિવર્તન થતાં એ મહાવીરનાં ચરણોમાં નમી પડ્યો અને બે, “પ્રભુ! મને ક્ષમા આપે. મેં આપને ઓળખ્યા નહિ.” | મહાવીરે કહ્યું, “ક્ષમા તે શત્રુને હાય, તું છે મારે મિત્ર છે.'
યક્ષને આશ્ચર્ય થયું, “હું મિત્ર? અને તે તમારે ? મેં તે તમને કેટલે બધે સંતાપ આપે છે!”
મહાવીરે કહ્યું, “મારે તે શું, તું જગત આખાને મિત્ર થઈ શકે તેમ છે. તું ક્રોધ અને ઘણાને વશ થઈ માનવનાં હાડકાં સાથે ખેલ ખેલતું હતું, પણ એ દૂર હિંસા તને કદી શાંતિ આપી શકશે નહીં. ક્ષમા અને પ્રેમથી જ શાંતિને આવિષ્કાર થાય છે. આ ગામ સાથે તને વેર છે એ હું જાણું છું, પણ વેરનું એસિડ વેરમાં નથી, પ્રેમમાં છે.
ઊની ઊની ધરતી પર મેઘ વરસે તેમ મહાવીરના શબ્દએ યક્ષના બળબળતા હૃદયને શાંત કર્યું. એના અંતરમાં પ્રેમ અને કરુણાનાં શીતલ જલ ઉભરાયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com