________________
૧૬ : જૈનદર્શન શ્રેણી-૧
તેમની નિંદા કરવા લાગ્યા. આશ્રમના કુલપતિ પાસે વાત પહોંચતાં એમણે પણ કહ્યું, “પક્ષીઓ પણ પિતાના માળાની રક્ષા કરે છે તે આપ રાજકુમાર થઈને પણ આટલી ઉપેક્ષા કેમ કરો છે?”
મહાવીર ધ્યાનસ્થ હોવાથી કશું બોલ્યા નહિ, પણ મને મન વિચારવા લાગ્યા કે ઘર પરિવારને ત્યાગ કરનાર સાધક ઝૂંપડીની મમતામાં ફસાઈ ગયે! સાધના માટે મારા ઘરને ત્યાગ કર્યો, હવે શું પરાઈ ઝૂંપડીમાં ફસાઈને સાધનાને ભૂલી જાઉં? મારે સાધના-દીપ વૃક્ષની નીચે, ગુફામાં કે ખંડેરમાં – ગમે ત્યાં ઝળહળી શકે તેમ છે. આથી કુલપતિની અનુમતિ લઈને પરમ સદુભાવ સાથે ભગવાને ત્યાંથી વિહાર કર્યો. પણ એ વખતે એમણે પાંચ સંકલ્પ કર્યા ઃ (૧) અપ્રીતિ થાય તેવા સ્થળે ન રહેવું, (૨) સદા ધ્યાનસ્થ રહેવું, (૩) પ્રાયઃ મૌન રાખવું (૪) હાથમાં જ, કરપાત્રથી ખાવું અને (૫) ગૃહસ્થની ખુશામત ન કરવી. આ પાંચ સંક૯પે ભગવાન મહાવીરની ત્યાગની ખુમારી બતાવે છે. વડલાના બીજ જેવી આ પ્રતિજ્ઞામાંથી એમના જીવનમાં સંયમને ઘેઘૂર વડલે વિકસી ઊડ્યો. પરંતુ આ સંકલને કારણે સારાં અનુકૂળ નિવાસસ્થાને એમને માટે અશક્ય બન્યાં. ઉજજડ અરણ્ય, ખંડેર મહાલયે અને ભૂતિયાં મકાને જ તેમનાં નિવાસસ્થાન બન્યાં. પણ મહાવીર એ તે મહાવીર! એમના સંકલ્પને ભય કે ક્ષોભ સહેજે લગાવી શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com