________________
ભગવાન મહાવીર ઃ : ૧૯
વિહાર કરતાં ભગવાન ફરી મેરાકગ્રામમાં આવ્યા. અહીં અછન્દક જાતિને પાખંડી તિષી અજ્ઞાની અને અંધશ્રદ્ધાળુ લેકેને ચમત્કારની વાતેથી ભેળવતે હતે. ભગવાનના અપૂર્વ ધ્યાન અને તપની સહજ સિદ્ધિઓને લીધે આવા અછન્દકેને પ્રભાવ એ છે થયે.
ક્ષમા એ જ ભૂષણ દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા બાજુ ભગવાન વિહાર કરી રહ્યા હતા ત્યારે ચંડકૌશિક સપને બેધ આપે. એ પછી સંગમ નામના એક દેવે ભગવાન મહાવીરને અનેક ઉપસર્ગો કર્યા, પરંતુ ભગવાનનું મુખ સુવર્ણ જેવું ચમકી રહ્યું હતું. જાણે મધ્યાહ્નને સૂર્ય ન હોય! છ-છ માસ સુધી એણે મહાવીરને અગણિત દુખે આપ્યાં, છતાં મહાવીર પિતાના સાધનામાર્ગે અવિચળ રહ્યા હતાશ અને નિરાશ સંગમદેવ મહાવીરના પગમાં આવીને પડ્યો. થાકેલા અને હારેલા સંગમે ગળગળા અવાજે કહ્યું,
હું સંગમ. મેં આપને ઓળખ્યા નહિ. માણસ તે શું, દેવને પણ આપ પૂજ્ય છે. અદ્દભુત છે આપને આત્મવિજય, અનેરી છે આપની ક્ષમા અને સહનશીલતા.”
–છ મહિનાથી હેરાન થતા મહાયોગી મહાવીરના મુખની એક રેખા પણ ન બદલાઈ. એમના કણાપણું હવામાં એ વિચાર આજો કે, “અરે! આ બિચારા જીવનું શું થશે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com