________________
ભગવાન મહાવીર :: ૫
જ્યારે નવમું કળશનું સ્વપ્ન એનામાં સર્વ સંપત્તિઓ, સમગ્ર શક્તિઓ અને સંપૂર્ણ લબ્ધિઓને વાસ બતાવે છે.
દસમું સરોવરનું સ્વપ્નદર્શન બતાવે છે કે સંસારના તળાવને કાંઠે બેસીને તરસ્યા રહેલા અને મખમલી છત્રપલંગ પર આરામ કરવા છતાં થાકેલા લેકના મન-તનના તાપ દૂર કરનાર સરોવર જે બનશે.
અગિયારમું સમુદ્રનું સ્વપ્ન બતાવે છે કે એ સમુદ્રની માફક અનંત જ્ઞાન-દર્શનારૂપ મણિરત્ન ધારણ કરનાર થશે.
બારમું દેવેનું વિમાન એ બતાવે છે કે એની કીતિ ઊંચે ઊંચે દેવભવન સુધી જશે. દેવેને પણ વધ બનશે.
તેરમું રત્નની ખાણનું સ્વપ્ન એને ગુણરત્નની ખાણ બતાવે છે.
ચૌદમું અગ્નિની તનું સ્વપ્ન એ આત્મતિને ભાવ બતાવે છે.
આ રીતે સ્વપ્ન-પાઠક કહે છે કે તમારે ત્યાં સવગુણસંપન્ન લેકનાયકને જન્મ થશે. નખંડમાં એનું નામ પ્રખ્યાત થશે.
બધું જ વધમાન આ સમયે રાજા સિદ્ધાર્થ પાસે ખેડૂતે આવે છે અને કહે છે, “કારણ કંઈ જણાતું નથી, પરંતુ જમીનના રસકસ વર્ધમાન છે.' જ૧/૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com