________________
૬ : જૈનદર્શન શ્રેણી–૧
ગેવાળિયા આવીને કહે છે, “રાણીજી, કંઈ નવતર કારણ ઊભું થયું નથી, પણ ગાયના દૂધ વર્ધમાન છે. ગૌચરમાં ઘાસ વધ્યા છે.”
વનવાસીઓ કહે છે, “આંબા એના એ છે કે ફળને કઈ પાર નથી. વેલીઓ ફૂલથી અને વૃક્ષે ફળથી લચી રહ્યાં છે.”
નાગરિકે કહે છે, “આ વર્ષે ન જાણે સુખાકારી સારી છે. મૃત્યુ ઓછાં થયાં છે અને અકાળ મૃત્યુ તે થતાં જ નથી. મન વિના કારણે ઉત્સાહ-આનંદથી વર્ધમાન છે.”
આ સાંભળી રાજા સિદ્ધાર્થ કહે છે, “જે તિષીએની આગાહી ફળશે તે મહાન આત્મા જગતમાં આવશે. મારા હૈયામાં પણ કોણ જાણે કેમ હર્ષ વર્ધમાન છે.”
રાણી ત્રિશલાદેવી કહે, કે, “મારા મનમાં પણ અપૂર્વ મંગલ થાય છે. આપણે બાળકનું નામ વર્ધમાન રાખીશું?”
માતૃભક્તિનો મહિમા આવે સમય ગર્ભમાં રહેલ આ મહાન આત્મા વિચારે છે કે, “મારી હરફરથી માતાને કેટલું કષ્ટ વેઠવું પડે છે! મારે એના નિમિત્ત બનવું જોઈએ નહિ.” આમ વિચારીને ગર્ભસ્થ આત્મા સ્થિર થઈને બેસે છે. હાલવા-ચાલવાનું બંધ કરી અકંપ બની જાય છે.
માતા ત્રિશલાના પેટની અકળામણ ઓછી થાય છે, પણ મનની અકળામણ વધી જાય છે. કંઈક આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com