________________
ભગવાન મહાવીર : : ૭
થયું હોય તેવી શંકા-કુશંકા જાગતાં માતા ત્રિશલા કરુણ આકંદ કરતાં મૂછિત થઈ જાય છે. આ સમયે આખું રાજકુટુંબ શેકમાં ડૂબી જાય છે. પિતાના જ્ઞાન વડે આવી જાણ ગર્ભમાં રહેલા મહાન આત્માને થઈ ગઈ.
એણે વિચાર્યું કે “મેં જે કાર્ય સુખને માટે કર્યું, તેનાથી ઊલટું દુઃખ જ નિષ્પન્ન થયું.” આથી એમણે હરફર શરૂ કરી દીધી અને માતાના આનંદને પાર ન રહ્યો. ગર્ભમાં આવ્યાને સાડા છ મહિના થયા હતા ત્યારે આ ઘટના બની, પણ એની એ મહાન આત્મા પર પ્રગાઢ અસર થઈ
એમણે વિચાર્યું, માતાને પુત્ર તરફ કે અજબ પ્રેમ હોય છે! એમાં દુઃખ એને સુખ લાગે છે. સંસારમાં માતાની સેવાથી કોઈ મોટો ધર્મ નથી. હજી હું ગર્ભમાં છું, માતાએ મારું મુખ પણ જોયું નથી છતાં કેટલે બધે પ્રેમ ! આ સમયે જ ભગવાન મહાવીરે અભિગ્રહ કર્યો કે માતાપિતાની જીવિત અવસ્થામાં હું દીક્ષા લઈશ નહિ. આમ ભગવાન મહાવીરે પહેલો પાઠ આપે માતૃ-ભક્તિનો.
વર્ષના બાર મહિનામાં ચૈત્ર મહિને ઉત્તમ માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવગીતામાં કહ્યું છે, “માસામાં મળ્યું માણs – હું મહિનાઓમાં માધવ માસ – ચૈત્ર માસ છું' આ ચૈત્ર માસમાં જ ચૈત્ર વદ આઠમે ભગવાન રાષભદેવને જન્મ થયે હતે. ચૈત્ર સુદ તેરસને દિવસે હસ્તત્તરા નક્ષત્રના યુગમાં મધ્યરાત્રિએ વર્ધમાનને જન્મ થયે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com