________________
૮ :: જેનદર્શન શ્રેણી-૧
છપ્પન દિકુમારીઓ આ જન્મ-ઉછરંગમાં ભાગ લેવા હાજર થઈ તે જન્મત્સવ માટે ચેસઠ દેવરાજ ઈન્દ્રો પવિત્ર જલને અભિષેક કરવા લાગ્યા.
વર્ધમાન બાળપણથી જ નીડર અને બળવાન હતા. સાત વર્ષના વર્ધમાન એકવાર આંબલી–પીપળી દાવ રમી રહ્યા હતા. આ સમયે ઝાડના થડની આસપાસ સાપ વીટળાઈ ગયે. જે બાળકે નીચે હતા તે જીવ લઈને નાઠા, ઉપર હતા તે ડાળને વળગી પડ્યા, પણ એમના શરીર થરથર કાંપવા લાગ્યાં. પરંતુ વર્ધમાનના મનમાં કેઈ બીક નહોતી, સાપને સહેજે ડર નહતા. એમણે સાપને પૂંછડીથી પકડીને દૂર ફેકી દીધો.
વર્ધમાને બીજે પાઠ આપે નિર્ભયતાને, અભયને. અભય વિના આત્મિક ઉન્નતિ નથી. જે કરે તેને સહ રાવે, અભય આગળ કેઈનું કશું ન ચાલે.
ખરેખર મહાવીર છે! એક દેવે અઘરીનું રૂપ લઈને વર્ધમાનના આ અભયની કસોટી કરી. આઠ વર્ષની વયના વર્ધમાન ગામની બહાર બીજા છોકરાઓ સાથે રમત રમતા હતા. આમાં હારેલા છોકરાની પીઠ પર જીતનાર બેસે એ ખેલ ખેલાતે હતે. આ સમયે એક દેવ બાળસ્વરૂપ લઈને રમવા આવ્યું અને હાથે કરીને હારી ગયે. વર્ધમાનને એણે પીઠ પર ચડાવ્યા અને પછી તે પળવારમાં એણે પિતાનું શરીર ઊંચું કર્યું, તો સાત તાડ જેટલે ઊંચો પિચાશ બની ગયા. દેવે તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com