Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ પરિચિત આત્માર્થી જીવોના ઉપકાર માટે અનેક પત્રો પણ અધ્યાત્મભરપૂર લખેલા આજે છપાયેલા જોવા મળે છે એક્કેક પત્રમાં અનેક પ્રકારનું મધુરતાપૂર્ણ શાસ્ત્રજ્ઞાન ભરેલું છે. બીજા અનેકવિધ છંદો, દુહાઓ, ગાથાઓની પણ રચના કરી છે. એકાન્ત અવસ્થામાં સારો સ્વાધ્યાય થાય, સારું આત્મચિંતન થાય તેટલા જ માટે ઘર છોડી આશ્રમ જેવા નિર્જન સ્થાનોમાં રહેવાનો અને તે દ્વારા આત્મચિંતન કરવાનો અથાગ પુરુષાર્થ કરતા. પવિત્ર જીવન, ભરપૂર વૈરાગ્ય, શાસ્ત્રોનું ઊંડુંજ્ઞાન, વિવિધ શાસ્ત્રરચના, આત્માર્થી જીવોને સદુપદેશ ઈત્યાદિ કલ્યાણકારી કાર્યોમાં જ તેમણે પોતાનું જીવન વ્યતીત કરી ઉત્કટ પવિત્રતા પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી ૩૪ વર્ષ જેટલી અતિલઘુ વયમાં જ કાળગત થયા છે. તેઓ આયુષ્યકર્મને આધીન હોવાથી પૃથ્વી ઉપરથી ચાલ્યા ગયા છે. પરંતુ તેઓએ કરેલી શાસ્ત્રરચના, અને તેઓશ્રીની પવિત્ર વાણી આજે પણ જગતના જીવોનું કલ્યાણ કરતી ચોતરફ સુગંધ પ્રસારી રહી છે. આત્માર્થી ઉત્તમ જીવો તેઓશ્રીના ગ્રંથોનું વાંચન-ચિંતન-મનન કરી સર્વે પોતાનું કલ્યાણ કરે એ જ અભિલાષા. - ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૦ આભાર ૯ આ પુસ્તકના પ્રકાશનમાં યુ.કે. લંડન નિવાસી સ્વ. શ્રી શાન્તિલાલ મનસુખરામ મહેતાનાં ધર્મપત્ની શ્રી ચંચળબેન, તથા તેમના સુપુત્રો શ્રી હરસુખભાઈ, પ્રવીણભાઈ, જયસુખભાઈ તથા કુમુદભાઈ તરફથી આર્થિક સહકાર મળ્યો છે. તે બદલ તેઓ સર્વેનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 90