Book Title: Atmasiddhi Shastra
Author(s): Shrimad Rajchandra, Dhirajlal D Mehta
Publisher: Institute of Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ પ્રાસંગિક શ્રીમદ્ રાજચંદ્રજીના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. લઘુ વયથી વૈરાગ્યવાસિત આત્મા, અનેક પ્રકારનાં શાસ્ત્રોના મર્મોને સારી રીતે જાણનાર, વિદ્વાનોને પણ આશ્ચર્ય કરે તેવું દોહન કરીને શાસ્ત્ર અને વાણીને પ્રકાશિત કરનાર, ઊંડા આત્માર્થી અને આત્મતેજ સંપન્ન પુરુષ હતા. તેઓએ ૨૯ વર્ષ જેટલી નાની વયમાં આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ તદન સરળ ગુજરાતી ભાષામાં દોહારૂપે બનાવી આત્મતત્ત્વનું જગતના જીવોને યથાર્થ ભાન કરાવેલ છે. નિશ્ચયનય અને વ્યવહારનયને સાપેક્ષપણે રજૂ કરી સ્યાદ્વાદ શૈલીથી બન્ને એકાન્તનયોનું ખંડન કરી અનેકાન્તવાદ સ્થાપિત કરેલ છે. આત્મા છે એમ પ્રથમ યુક્તિપૂર્વક સમજાવી દર્શનશાસ્ત્રોના તેના વિષે જે જે મતભેદો છે તેને દૂર કરવા સ્વરૂપે અને તીર્થંકર પરમાત્માએ બતાવ્યા પ્રમાણે આત્માનું નિત્યત્વ, કર્તૃત્વ, ભોતૃત્વ સિદ્ધ કરેલ છે. તથા આ જ આત્મા સંસારમાં કર્મોથી અને શરીરથી બંધાયેલ છે, અન્ય બીજું કોઈ તત્ત્વ બંધાયેલું નથી. તેથી આત્મા જ પોતાના સાચા પુરુષાર્થથી તે બંધનમાંથી છૂટે છે, મોક્ષ પામે છે, માટે મોક્ષ પણ છે અને મોક્ષના ઉપાયો પણ છે. આ રીતે સહ્ત્વના મૂળસ્વરૂપ એવાં આ છ સ્થાનો તેઓશ્રીએ આ શાસ્ત્રમાં સાબિત કર્યાં છે. આ ભણવાથી આત્મા વિષેના સંદેહો દૂર થાય છે. શ્રદ્ધા નિર્મળ થાય છે. રુચિ વિશેષ વૃદ્ધિ પામે છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સાહેબે સમકિત સડસઠ બોલની સમ્જાય બાર ઢાળમાં ગુજરાતી ભાષામાં જ રચેલી છે. તેમાં સડસઠ બોલમાં આ છ સ્થાનોનું વર્ણન પણ આવે છે. કારણ કે આ છ સ્થાનો સડસઠ બોલમાં આવે છે. તેઓશ્રીએ ‘મોક્ષમાળા' વગેરે ગ્રંથો રચ્યા છે. તથા તેઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 90