________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वर्णातीतं निराकारं निर्विकारं निरामयम् । नामरूपविनिर्भिन्नं विशुद्धरूपमात्मनः ॥ ११ ॥
આત્માનું વિશુદ્ધ રુપ વર્ણાતીત, નિરાકાર, નિર્વિકાર, નિરામય, અને નામ – રુપથી વિભિન્ન છે. (૧૧)
समत्वेन जगत् पश्यन् जानश्च ब्रह्मसंस्थितः । शुद्धोऽसौ क्षणमात्रेण भवत्यात्मा स्ववेदकः ॥१२ ॥
સમત્વથી જગતને જોતો અને જાણતો, બ્રહ્મ સંસ્થિત અર્થાત્ પોતાના જ શુદ્ધાત્મ – સ્વરુપમાં લીન આ આત્મા ક્ષણ માત્રમાં જ શુદ્ધ થાય છે અને પોતાના સ્વરૂપને જાણનારો - અનુભવનારો બને છે. (૧૨)
शुद्धोपयोगिनां नाऽन्यत् साधनस्य प्रयोजनम् । सर्वसाधनसंसाध्या शुद्धोपयोगसाध्यता ॥१३॥
શુદ્ધોપયોગવાળાઓને બીજા સાધનનું કોઈ પ્રયોજન રહેતું નથી, કારણકે બધાં સાધનોથી સારી રીતે સિદ્ધ કરવા યોગ્ય શુદ્ધોપયોગરુપ સાધ્યતા જ છે. (૧૩)
शुद्धोपयोगसंप्राप्तौ मुक्ताऽऽत्मा जायते खलु । देहे सत्यपि वैदेहो जीवन्मुक्तदशां व्रजेत् ॥१४॥
જ્યારે શુદ્ધોપયોગની સંપ્રાપ્તિ થાય છે, ત્યારે સાધક દેહ હોવા છતાં પણ દેહ વગરનો ખરેખર મુક્તાત્મા બને છે અને જીવન્મુક્ત – દશા પ્રાપ્ત કરે છે. (૧૪)
सर्वजातीयसंकल्पविकल्पोपशमे सति । पूर्णानन्दरसास्वादः प्रत्यक्षमनुभूयते ॥१५॥
જ્યારે સર્વ પ્રકારના સંકલ્પ - વિકલ્પોનો ઉપશમ થાય છે, ત્યારે પૂર્ણાનંદરુપી રસનો આસ્વાદ પ્રત્યક્ષ અનુભવાય છે. (૧૫)
For Private And Personal Use Only