Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 165
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गृहस्था विरताः सन्ति निर्लेपा गृहसंस्थिताः। कुटुम्बादिककार्याणां कारका जैनधर्मिणः ॥७५१ ॥ કુટુંબ વગેરેનાં કાર્યોના કરનારા અને ઘરમાં રહેલા હોવા છતાં દેશ વિરતિવાળા જૈનધર્મી ગૃહસ્થો નિર્લેપ હોય છે. (૭૫૧) द्वादशभिः कषायैस्ते युक्ता व्रताऽभिलाषिणः । सम्यक्वदर्शनाचार्युक्ताः स्युर्मोक्षमार्गिणः ॥७५२॥ તેઓ બાર પ્રકારના કષાયોથી યુક્ત, વ્રતોની અભિલાષા રાખનારા, સમ્યકત્વ અને દર્શનાચારોથી યુક્ત તથા મોક્ષમાર્ગે ચાલનારા હોય છે. (૭૫૨) सद्देवगुरुधर्माणां साधका मोहवारकाः। चरस्थावरतीर्थानां पूजासेवाविधायिनः ॥७५३ ।। તેઓ સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મના સાધક, મોહને દૂર કરનારા તેમજ જંગમ અને સ્થાવર તીર્થોની પૂજા-સેવા કરનારા હોય છે. (૭૫૩) गीतार्थसद्गुरोराज्ञाधारकाः सर्वकर्मसु।। प्रत्याख्यानोदयेनैव गृहस्थावासवर्तिनः ।।७५४ ॥ વળી તેઓ સર્વકર્મોમાં ગીતાર્થ સદ્ગુરુની આજ્ઞાને ધારણ કરનારા પ્રત્યાખ્યાન કષાયોના ઉદયથી જ ગૃહસ્થાવાસમાં રહેલા હોય છે. (૭૫૪) देशतो विरतिं प्राप्य त्यागधर्मानुरागिणः । मन्यमाना गृहावासं पाशवज्जैनधर्मिणः ॥७५५ ॥ દેશથી વિરતિને પ્રાપ્ત કરીને ત્યાગધર્મના અનુરાગી જૈનધર્મિઓ ગૃહાવાસને પાશ જેવો માનતાં હોય છે. (૭૫૫) ૧૫૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177