Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 164
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org निर्लेपीभूय सज्ज्ञानं प्राप्य शैलूषवच्च ये । सम्बन्धेषु च कार्येषु वर्तन्ते ज्ञानिनः स्फुटम् ॥ ७४६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir સજ્ઞાન પ્રાપ્ત કરીને નિર્લેપ થઈને જ નટની જેમ સંબંધોમાં અને કાર્યોમાં સ્પષ્ટ રીતે જ્ઞાનીઓ વર્તે છે. (૭૪૬) सर्वसम्बन्धकार्येषु स्वात्मानं साक्षिभाविनः । कर्तारं चैव हर्तारं निजं जानन्ति वस्तुतः ॥ ७४७ ॥ જ્ઞાનીઓ બધાં સંબંધો અને કાર્યોમાં કર્તા અને હર્તા એવા પોતાના આત્માને જ સાક્ષીભાવવાળો જાણે છે, તેથી વસ્તુતઃ તેઓ પોતાને જ જાણે છે. (૭૪૭) अतः शुभाशुभेनैव मन्यन्ते बाह्यवस्तुषु । कर्मोदयविपाकेषु ये बहुरूपिवेषवत् ॥ ७४८ ॥ તેથી કર્મોદયના વિપાકોમાં જ્ઞાનીઓ શુભ અને અશુભ બાહ્યવસ્તુઓમાં પોતાને બહુરુપીના વેષ જેવા માને છે. (૭૪૮) सम्यग्दृष्टिगुणस्थानवर्तिसम्यक्त्वशालिनाम् । सर्वविरतिचारित्रग्रहणेच्छा प्रवर्तते ॥ ७४९ ॥ સમ્યગ્દષ્ટિ ગુણ સ્થાનવર્તી સમ્યક્ત્વવાળાઓને સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા પ્રવર્તે છે. (૭૪૯) सन्ति तेऽविरताः स्पष्टं सम्यग्दृष्टिमनीषिणः । तर्ह्यपि व्रतरागेण स्वात्मलक्ष्योपयोगिनः ॥ ७५० ॥ ૧૫૦ વડે જ સમ્યગ્દષ્ટિવાળા વિદ્વાનો સ્પષ્ટ રીતે અવિરત અર્થાત્ વિરતિ વિનાના હોય છે, તો પણ વ્રતના રાગથી તેઓ પોતાના આત્મલક્ષ્યમાં ઉપયોગવાળા હોય છે. (૭૫૦) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177