Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 163
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir बहिरन्तर्जगत्सर्वं चिदानन्दाय साधनम्। जातं निःसाधनं चैव जानताऽपि न कथ्यते ॥७४१॥ જે બાહ્ય અને આંતરિક આખું જગત ચિદાનંદને માટે સાધન છે, તે નિઃસાધન જ થયેલું છે અને તે જાણવા છતાં પણ કહી શકાતું નથી. (૭૪૧) नाऽहं कस्याऽपि नो कोऽपि ममैवं पूर्णनिश्चयः । सर्वस्थोऽपि न सर्वोऽहमलक्ष्यो बाह्यलक्षणैः ॥७४२ ॥ હું કોઈનો પણ નથી અને કોઈપણ મારું નથી, એવો પૂર્ણ નિશ્ચય છે. સર્વમાં રહેલો હોવા છતાં પણ હું સર્વનો નથી અને બાહ્ય લક્ષણોથી હું અલક્ષ્ય છું. (૭૪૨). सच्चिदानन्द आत्माऽस्मि स्वात्मनि स्वोऽनुभूयते । तद्वक्तुं न समर्थोऽस्मि ब्रह्मज्ञोऽपि स्वभावतः ॥७४३ ॥ હું સચ્ચિદાનંદ આત્મા છું, એમ પોતાના આત્મામાં પોતે અનુભવાય છે. સ્વભાવથી બ્રહ્મને જાણનારો હોવા છતાં પણ તેને કહેવાને હું સમર્થ નથી. (૭૪૩) ज्ञाता ज्ञेयं च ज्ञानं तदात्मैवाऽहमपेक्षया। अन्तवन्तस्तु देहाद्या अनन्त आत्मराट् स्वयम् ॥७४४ ।। અપેક્ષાએ જ્ઞાતા, શેય અને જ્ઞાન તે હું આત્મા જ છું. દેહ વગેરે તો અંતવાળા છે અર્થાત્ નાશવંત છે. જ્યારે આત્મરાજ સ્વયં અનંત અર્થાત્ અંત વિનાનો શાશ્વત છે. (૭૪૪) अन्तवत्सु न मुह्यामि पुद्गलेषु न पुद्गली। सिद्धोऽहमात्मसाध्योऽस्मि निमित्तैर्भिन्नवानहम् ॥७४५॥ હું આત્મા પુદ્ગલી નથી અને અંતવાળા પુદગલોમાં હું મોહ પામતો નથી અર્થાત મુંઝાતો નથી. હું સિદ્ધ છું અને આત્મા વડે સાધ્ય છું તથા નિમિત્તોથી હું ભિન્ન છું. (૭૪૫) ૧૪૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177