Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 173
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कृते शुद्धोपयोगे यत् फलं भूतं च तेन तत् । विश्वस्थसर्वजीवानां शान्तिर्भवतु शाश्वती ॥७९१ ॥ શુદ્ધોપયોગ ગ્રંથ કરતાં જે ફલ થયું હોય, તેના વડે વિશ્વમાં રહેલા સર્વ જીવોને શાશ્વતી શાંતિ થાઓ. (૭૯૧) शुद्धोपयोगशास्त्रेण सर्वसंघोन्नतिर्भवेत् । सर्वविश्वस्थपापानि नश्यन्तु तत्प्रवृत्तितः ॥७९२ ॥ શુદ્ધોપયોગ શાસ્ત્રથી સર્વ સંઘની ઉન્નતિ થાઓ અને તેની પ્રવૃત્તિથી સમસ્ત વિશ્વમાં રહેલાં પાપો નાશ પામો. (૭૯૨) शुद्धोपयोगशास्त्रस्य श्रोतारो ये च वाचकाः । सद्गुर्वाज्ञापराः शान्तिं यान्तु पूर्णसुखश्रियम् ॥७९३ ॥ સદ્ગુરુની આજ્ઞામાં તત્પર એવા જે શુદ્ધોપયોગ શાસ્ત્રના શ્રોતાઓ અને વાચકો છે, તે શાંતિ અને પૂર્ણસુખરૂપ લક્ષ્મીને પામો છે. (૭૯૩) शुद्धोपयोगनाम्नोऽस्य ग्रन्थस्य मर्मवेदिनः । गीतार्थगुरुसेवायाः कर्तारो यान्तु तत्फलम् ॥७९४ ॥ ગીતાર્થ ગુરુની સેવા કરનારાઓ તથા શુદ્ધોપયોગ નામના આ ગ્રંથના મર્મને જાણનારાઓ તેનું ફળ પ્રાપ્ત કરો. (૭૯૪) गीतार्थगुरुभक्तानां श्रोतृवाचकदेहिनाम् । शुभाशीर्मे भवत्वेवं स्वर्गसिद्धिप्रदायिका ॥७९५ ॥ ગીતાર્થ ગુરુના ભક્તોને તથા શુદ્ધોપયોગ ગ્રંથના શ્રોતા અને વાચક દેહધારીઓને આ રીતે મારી શુભાશિષ સ્વર્ગસિદ્ધિ આપનારી થાઓ. (૭૯૫) ૧૫૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177