Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 153
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org आत्मनः पूर्णशर्मार्थमसंख्ययोगहेतुता । ज्ञात्वाऽऽत्मानन्दलाभार्थं निश्चयं कुरु भावतः ॥ ६९१ ॥ આત્માના પૂર્ણ સુખને માટે અસંખ્ય યોગો કારણભૂત છે, એમ જાણીને આત્માનંદના લાભને માટે તું ભાવથી નિશ્ચય કર. (૯૯૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir मुक्त्वाऽऽत्मानं त्रिलोकस्य पदार्थैर्न सुखं भवेत् । सुखाम्मोधिं स्वयं ज्ञात्वा स्वात्मनि त्वं स्थिरो भव ॥६९२॥ આત્માને છોડીને ત્રણ લોકના પદાર્થોની સુખ થતું નથી. પોતાના આત્મામાં સુખના સાગરને જાણીને તું સ્વયં આત્મામાં સ્થિર થા. (૬૯૨) भ्रामं भ्रामं भृशं भ्रान्त्वा जगत्सर्वमनेकशः । सुखार्थी न सुखं प्राप्त आत्मनि शर्म शोधय ॥ ६९३ ॥ અનેકવાર આખું જગત ભમી ભમી ખૂબ ભમીને સુખાર્થી એવો તું સુખ ન પામ્યો, માટે હવે તું આત્મામાં સુખને શોધ. (૬૯૩) बाह्यसुखस्य कामाब्धेः पारं यातो न यास्यसि । इन्द्रादिकभवेष्वेव भोगा भुक्ता अनन्तशः ॥ ६९४ ॥ ઈન્દ્ર વગેરેના ભવોમાં જ ભોગો અનન્ત વાર ભોગવ્યા છે, છતાં પણ બાહ્ય સુખની ઈચ્છાઓના સમુદ્રનો પાર કોઈ પામ્યો નથી અને પામશે પણ નહીં. (૬૯૪) ज्ञात्वैवं भ्रान्तिमुत्सृज्य स्वात्मनि सुखनिश्चयम् । कुरु शुद्धोपयोगेन बाह्येषु निःस्पृहो भव ॥ ६९५ ॥ આ પ્રમાણે જાણીને બ્રાહ્યમાં સુખની ભ્રાંતિને તજી દઈને શુદ્ધોપયોગ વડે તું પોતાના આત્મામાં સુખનો નિશ્ચય કર અને બાહ્ય પદાર્થોમાં સ્પૃહા વગરનો થા. (૬૯૫) ૧૩૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177