Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 159
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org दिव्यमौदारिकं देहं नोकर्म कर्मबन्धने । हेतुश्च कर्ममुक्त्यर्थं मोहिनां ज्ञानिनां क्रमात् ॥ ७२१ ॥ દિવ્ય દેહ અને ઔદારિક દેહ નોકર્મ છે, જે મોહવાળાઓને અને જ્ઞાનીઓને ક્રમથી કર્મબંધનમાં અને કર્મમુક્તિને માટે હેતુ છે. (૭૨૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir अन्तर्मुहूर्तवेलायां सर्वकर्मक्षयङ्करः । आत्मज्ञानी भवत्येव शुद्धोपयोगशक्तितः ॥ ७२२ ॥ શુદ્ધોપયોગની શક્તિથી આત્મજ્ઞાની પુરૂષ અંતર્મુહૂર્ત સમયમાં સર્વકર્મોનો ક્ષય કરનાર થાય જ છે. (૭૨૨) जीवेऽजीवे न तुष्यन्ति द्विष्यन्ति न जडात्मसु । कर्मरूपं हि विज्ञाय ज्ञानिनः समदर्शिनः ॥ ७२३ ॥ ખરેખર સમદર્શી જ્ઞાનીઓ કર્મના સ્વરૂપને જાણીને જીવમાં અને અજીવમાં તોષ પામતા નથી અને મૂર્ખ આત્માઓ પ્રત્યે દ્વેષ કરતા નથી. (૭૨૩) तीव्रनिकाचितव्यक्तप्रारब्धवेदिनः खलु । नवकर्म न बध्नन्ति स्वात्मोपयोगधारिणः ॥ ७२४ ॥ તીવ્ર નિકાચિત વ્યક્ત પ્રારબ્ધ કર્મને વેદનારા એવા સ્વાત્મોપયોગને ધારણ કરનારાઓ નવું કર્મ બાંધતા નથી. (૭૨૪) उच्चत्वं न च नीचत्वं शुभाशुभेषु कर्मसु । अध्यात्मज्ञानिनो ज्ञात्वा वर्तन्ते कर्मभोगिनः ॥ ७२५ ॥ કર્મોના ફલ ભોગવનારા અધ્યાત્મ જ્ઞાનીઓ શુભ અને અશુભ કર્મોના ઉદયમાં ઉચ્ચત્વ અને નીચત્વ નથી, એમ જાણીને સમભાવે વર્તે છે. (૭૨૫) ૧૪૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177