________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નની માયા જેવી દુનિઆની બાજીમાં મુંઝાતું નથી. કુટુંબ કબીલામાં મારાપણું માનતો નથી અને અંતરથી એમ વિચારે છે કે આ તે બધી ઇંદ્રજાળ છે. બજારમાં સોદો કરવાને માટે અનેક જાતના લોકો ભેગા થાય છે અને માણસોથી હાટ ચાટાં ભરાઈ ગયેલાં દેખાય છે પણ જ્યારે સૌને વેપાર પૂરે થાય છે, ત્યારે ચિાટામાં કોઈ જણાતું નથી. તેમ આ સંસારમાં કુટુંબીઓ ભેગા થયા છે પણ આયુષ્ય ખૂટે સર્વ મનુષ્ય પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે અને કે ઇનું કોઈ શરણ થતું નથી. જેણે જેવાં કર્મ કર્યા હોય છે તેને તેવા કર્મ આવતા ભવમાં ભેગવવા પડે છે. જેણે પુણ્ય કર્યું હોય છે તે સુખ ભોગવે છે અને જેણે પાપ કર્યું હોય છે તે દુ:ખ ભોગવે છે. કોઈના સુખ દુ:ખમાં કોઈ ભાગ લઈ શકતું નથી. સંસારમાં માતા પિતા બેન ભાઈ સ્ત્રી પુત્ર વિગેરે સંવે ભેગાં થયાં છે પણ તે નાટકનાં પાત્રા સમ છે. કારણ કે સર્વે પોતપોતાને પાઠ ભજવીને ચાલ્યાં જાય છે, પણ કોઈ કોઈની સાથે જતું નથી. સંસારના સર્વ સંબંધ સ્વાર્થથી થયેલા છે. માટે તે કૃત્રિમ છે અર્થાત્ જૂઠા છે. ચારાશી લાખાજીવ નિમાં છએ અનંતીવાર અનંત દેહ ધારણ કરી નાટક કર્યું પણ એવાં નાટકોથી દુ:ખને અંત આવ્યો નહીં. માટે હે ચેતન! ! ! તું એવું નાટક કર કે જેથી દુઃખનો અંત આવે. જન્મ અને મરણનું કારણ મેહ છે અને અજ્ઞાન છે. ગુરૂગમપૂર્વક અજ્ઞાન અને મેહને નાશ થાય એવું સમ્યગ જ્ઞાન પ્રગટ કર અને ચાપત્રરૂપી વેષ પહેરીને ધર્મરૂપી એવું નાટક કર કે જેથી કમનો નાશ થઈ જાય. વારંવાર મનુષ્યને જન્મ મળ દુર્લભ છે, માટે મનુષ્યજન્મ તું હવે પામે છે તે ફેગટ ન ગુમાવ ! ! અને પ્રભુની ભક્તિ તથા ધર્મરૂપી નાટક કરીને એવો નાટકીયા બન કે જેથી સંસારનું નાટક થતું બંધ થઈ જાય. उत्तम कुल नरभव लही, पाम्यो धर्म जिनराय; प्रमाद मुंकी कीजीये, खिण लाखिणो जाय ॥२२॥ जिसुं कीजे तिसुं पाइई, करे तेसा फल जोय सुख दुःख आप कमाइई दोष न दिजे कोय ॥२३॥
For Private And Personal Use Only