________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુષ્ટિ પુષ્ટિ આદિ સર્વ ગુણેની પ્રાપ્તિ થાય છે. તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે. પૂર્વ ભવનાં બાંધેલાં કર્મ છે તે બાહ્ય અને આંતર તપથી ટળે છે. સર્વ પ્રકારની ઈચ્છાઓને રોધ, તેજ મોટામાં મોટો તપ છે. સર્વ પ્રકારની આસતિને ત્યાગ કરવો તે જ ખરું તપ છે. કામની વૃત્તિને અને પ્રવૃત્તિને ત્યાગ કરે તે તપ છે, અને દેવગુરૂ ધર્મની ભાવના ભાવવાથી સર્વકર્મને ક્ષય થાય છે. દેવગુરૂ ધર્મની જેને પૂર્ણ શ્રદ્ધા છે તેનામાં ચારિત્ર ખીલે છે. આત્માના ગુણોની ભાવના ભાવવાથી આત્માના ગુણે પ્રગટ થાય છે. જેનામાં જેવી ભાવના હોય છે તેનામાં તેવું ફળ પ્રગટે છે. જેને મોહ નથી તેને કર્મને બંધ નથી. સર્વ પ્રકારે રાગદ્વેષની ભાવનાને ત્યાગ કરવાથી સંકલ્પ વિકલ્પ રહિત દશાની પ્રાપ્તિ થાય છે, માટે આત્માની શુદ્ધતા પ્રગટ થાય એવી બાર ભાવનાઓ–ભાવવી, તથા મૈત્રી, પ્રમદ, મધ્યસ્થ અને કરૂણ એ ચાર ભાવનાઓ -ભાવવી. મૈત્રી ભાવના ભાવવાથી અને મૈત્રીભાવની પ્રવૃત્તિ કરવાથી સર્વ જગતમિત્ર કુટુંબ સમાન થઈ રહે છે, અને મધ્યસ્થાભાવના ભાવવાથી સર્વ પ્રકારના સત્યની પ્રાપ્તિ થાય છે અને અસત્ય દુરાગ્રહનો નાશ થાય છે. પ્રમેદભાવના ભાવવાથી ગુણનુરાગ ખીલે છે અને નિંદા દેષ દૃષ્ટિ વગેરે દુર્ગનો નાશ થાય છે અને કરુણાભાવના ભાવવાથી તથા કરૂણની પ્રવૃત્તિ આચરવાથી અહિંસકભાવની વૃદ્ધિ થાય છે અને તેથી જગમાં કે શત્રુ રહેતા નથી અને આત્મા અન્ય અને શત્રુ બનતો નથી. અનિત્ય આદિ બારભાવના ભાવવાથી આત્મા નિસંગ નિલેપ વિશુદ્ધ બને છે. આત્માને પરમાત્મા રૂપ ભાવવાથી આત્મા પ્રભુ બને છે અને સમાઓને આત્મરૂપ ભાવવાથી આખું જગત્ આત્મરૂપ અનુભવાય છે, માટે ભાવના ભાવવાથી અનંત ગુણની પ્રાપ્તિ થાય છે. नवपद जापज कीजीए । चउद पूरवनुं सार । इसा मंत्र गणिए सदा ॥ जे तारे नरनार ॥ १६० ।। सकल तीरथनो राजिओ ।। कीजे तेहनी जात्र ॥ . जस दरसणे दुरगति टले । निर्मल थाए गात्र ॥१६१॥ ।
For Private And Personal Use Only