Book Title: Atmashikshabhavnaprakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 91
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) અંગીકાર કરી. તેમણે ગુજરાતમાં,કાઠિયાવાડમાં, મારવાડમાં, વિહાર કરીને શિથિલ થયેલા યતિવર્ગનુ જોર હુડાવી દીધુ અને તેમણે આદર્શ મુનિનું સ્વરૂપ દેખાડી આખ્યુ કે જેથી ગુજરાતના સંઘ તેમના રાગી થયા, વિ. સં. ૧૯૦૭ના માગસર સુદ ૧૧ ના દિવસે તેમણે રવચંદ નામના શ્રાવકને દીક્ષા આપીને તેમનું વિસાગરજીનામ પાડયું. શ્રી રવિસાગરજી મહા ક્રિયાપાત્ર, ત્યાગી, વૈરાગી, નિર્દોષ ચારિત્રપાલણુહાર, ગુરૂવિનયી, ગુરૂભકત, ગુરૂની આજ્ઞામાં રહેનાર, ચારિત્ર પાળવામાં અપ્રમત્ત, સ ંવેગી સાધુમાં શિરેામણિ, સર્વ ગચ્છના સાધુએવડે પ્રશંસા પામેલ એવા થયા. તેમણે ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, વિ ગેરે દેશોમાં, શહેરામાં, નગરામાં, ગામડામાં, અપ્રતિબદ્ધપણે વિહાર કર્યાં, અને ગારજીનુ જોર હટાવી દીધુ અને સર્વત્ર સત્ય સાધુ ધર્મના પ્રકાશ કર્યો, તે વખતમાં તે મા આદશ સાધુ તરીકે પ્રસિદ્ધ થયા. ગુજરાત, સૈારાષ્ટ્ર, મરૂ વિગેરેના સધાવડે તે પૂન્ય થયા. સ જૈનોમાં મહા પ્રતિષ્ઠિત સાધુ તરીકે વખણાયા. જેનામાંથી અનેક પ્રકારના ખરાબ આચારાને દૂર કરાવ્યા. તેમણે કલિકાલમાં સાધુપણુ શુ છે તેની ખરેખરી વાનગી પોતાના ચારિત્રથી લેાકેાને જણાવી. संवत सोल बासठे || वैशाख पुनम जोय || वारगुरू सहि दिन भलो || ए संवत्सर होय ॥ १८३ ।। नयर उजेणीमां वली ॥ तम शिक्षा नाम ॥ मन भाव धरीने तिहां करी ॥ सिद्धां वांछित काम ।। १८४ ॥ एक शत एसी पांचये || दुहा अति अभिराम || भणे गणे जे सांभले || ते लहेसे शिवठाम ॥ १८५ ॥ શ્રી રાજેન્દ્રસૂરિ, શ્રી વિજયાનન્તસૂરિ, શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિ, તથા પાયચ દગચ્છીય શ્રી ભ્રાતૃચદસૂરિ તથા શ્રી ખરતર ગચ્છીય કૃપાચદસૂરિ, તથા શ્રી ધનચંદ્રસૂરિ તથા શ્રી વિજર્યાસદ્ધિસૂરિ તથા શ્રી વિજયધર્મસૂરિ તથા પન્યાસ પ્રતાપ વિજયજી તથા પન્યાસ રત્નવિજ્યજી તથા શ્રી મેહુ નલાલજી મહારાજ તથા શ્રી પ. દયાવિમલજી મહારાજ તથા શ્રી મૂલચંદજી મહારાજ તથા શ્રી વૃદ્ધિચજી મહારાજ વિગેરેએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124