________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદને પ્રકાશ કરે છે. આત્મા સિદ્ધ સ્વરૂપી છે પણ તેનું બાહૃા રૂપ નથી, સિદ્ધાત્માને વર્ણ બંધ રસ અને સ્પર્શ નથી, તે કાળો નથી, પીળો નથી, લાલનથી, ઘેળો નથી, રક્ત નથી,નીલ નથી, તે પિતાના સ્વરૂપે રૂપી છે, પણ પુદગલ રૂપવાળો નથી તેથી તે અરૂપી છે. એમ આંતર દષ્ટિથી વિચારતાં અને સિદ્ધાત્માનું ધ્યાન ધરતાં પિતાને અંતરાત્મા તે પરમાત્મા બને છે. પિતાનું સિદ્ધ સ્વરૂપ પિતાની પાસેજ છે. પોતાનાથી અંશ માત્ર પણ ન્યારૂં નથી. આત્માની અને પરમાત્માની વચ્ચે કર્મને પડદે છે, પણ જ્યારે કર્મનો પડદો ટળી જાય છે ત્યારે આત્મા તેજ પતે પરમાત્મા થયે એમ સ્વયં જાણ શકે છે. જેના મનમાંથી મેહ રૂપ શયતાન દૂર થાય છે, તે પોતે જ પિતાને ખુદા માની શકે છે.
अनुभव गोचर वस्तुको । जाणे एही आल्हाद । कहण सुणणमे कश्युं नहीं । पामे परम आल्हाद ॥२०॥ आत्म परमात्म होइ । अनुभव रस संगते ।। द्वैतभाव मल निसरे । भगवंतनी भक्ते ॥ २१ ॥ आतमसंगे विलसतां । प्रगटे वचनातीत ॥ महानन्द रस मोकलो । सकल उपाधि रहित ॥ २२ ॥
ભાવાર્થ–આત્મા એ એવો પદાર્થ છે કે દુનિયાના સર્વ પદાર્થો, તેની આગળ કંઈપણ હિસાબમાં નથી. તે આત્મા પોતાના અનુભવ જ્ઞાનગમ્ય છે. આત્મા જ આત્માવડે અનુભવ ગોચર થાય છે અને જે આત્માને જાણે છે તેને જ આત્માનો આહાદ મળે છે. સાકર મીઠી છે, પણ જે ખાય છે તેને જ તેનો અનુભવ આવે છે, પણ બીજાને આવતું નથી. મુંગે મેળ ખાય છે પણ બીજાને તેને રસ કેવો છે? તે કહી શકતો નથી. એમ આત્મજ્ઞાની આત્માનો અનુભવ કરીને આત્માને આનંદ આસ્વાદી શકે છે, પણ પોતાને એના રસનું ભાન થાય છે પણ તે બીજાને આત્માના આનંદને રસ છે તે અનુભવ નેચર કરાવી શક્તો નથી. બીજાઓને તે પોતાને ઘણે આનંદ પ્રગટે છે એમ કહી શકે છે, પણ બીજાઓને આત્માને અનુભવરસ
For Private And Personal Use Only