Book Title: Atmashikshabhavnaprakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 121
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૪). - આત્મશિક્ષા ભાવના ગ્રંથ અને પ્રસ્તાવિક દુહાનું ઉપર પ્રમાણે વિવેચન કર્યું, આત્મ પ્રકાશના એકસે પંચાશી દુહા છે. પ્રવર્તક મહારાજ શ્રી ત્રાદ્ધિસાગરજીના જ્ઞાનભંડારમાંથી વિ. સં. ૧૯૨૦ ના મહા વદ ૮ વાર મંગળ શ્રી પાટણમાં લખેલી આત્મશિક્ષાભાવના નામની પ્રતિ મળી, તેમાંથી એક પંચાશી દુહા નેટ બુકમાં ઉતારી લીધા અને તે ઉપર વિવેચન કર્યું. પહેલાં વિ. સં. ૧૯૭૧ માં આત્મશિક્ષા નામનું પુસ્તક અ. જ્ઞા, પ્ર. મંત્ર તરફથી છપાઈ ગયું હતું, અને બુદ્ધિસાગર ગ્રંથમાળાના ત્રીસમા અંક તરીકે તે છપાઈ ગયું હતું, પણ તે મંડળના ગ્રંથના અંક તરીકે પાછળથી પ્રસિદ્ધિમાં આવ્યું નહોતું. તથા પૂર જે આત્મશિક્ષા ભાવના છપાઈ હતી, તેમાં આત્મશિક્ષા ભાવનાના દુહા અને પ્રસ્તાવિક દુહા બંને સેળભેળ થઈ ગયા હતા. પણ પ્રવર્તક મહારાજશ્રી ત્રાદ્ધિસાગરજી મહારાજના જ્ઞાન ભંડારમાંથી આત્મશિક્ષા ભાવનાની જુદી પ્રતિ મળતાં આત્મશિક્ષા ભાવના ગ્રંથના દુહા અને પ્રસ્તાવિક દુહા બંનેને જુદા પાડવામાં આવ્યા અને તે ઉપર જુદું જુદું વિવેચન કરવામાં આવેલું છે. પહેલાં શ્રી માણચંદજી મહારાજની છ સજઝાયોને આત્મશિક્ષા પુસ્તક ભેગી છપાવી હતી અને તેના ઉપર વિવેચન કર્યું હતું. પણ પાછળથી વિ. સં. ૧૯૮૦ ના પેથાપુરના ચોમાસામાં શ્રી મણિચંદજી મહારાજની એકવીસ સઝાનું જુનું પુસ્તક પ્રવર્તક શ્રી ઋદ્ધિસાગરજીના જ્ઞાનભંડારમાંથી મળી આવ્યું અને તે ઉપર શ્રાવણ માસમાં વિવેચન કરવામાં આવ્યું, અને આત્મશિક્ષા ભાવના ગ્રંથ કે જે મુનિશ્રી પ્રેમવિજયજી કૃત છે, અને જે વિ. સં. ૧૬૬૨ માં ઉજજયની નગરીમાં વૈશાખ પૂર્ણિમાના રોજે રચેલા છે. તેના ઉપર ભાદરવા માસમાં વિવેચન કર્યું અને તે આસો માસમાં પૂર્ણ કર્યો. ત્યાર પછી પ્રસ્તાવિક દુહા ઉપર વિવેચન લખવા આરંભ્ય અને આસો સુદિ ૮ ના રોજ તેનું વિવેચન પણ પૂર્ણ લખી દીધું. તપગચ્છ સાગર શાખામાં મહામુનિ ક્રિયા દ્ધારક શ્રી નેમિસાગરજી ગુરૂ મહારાજ થયા, તેમના શિષ્ય પૂર્ણ પ્રતાપી સૂર્ય સમાન પ્રકાશી, પંચ મહાવ્રતધારી, સંગી, મુનિગણુ શિરદાર, વચનસિદ્ધ, મહા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124